ભરૂચ જિલ્લાના હલદરવા અને જંગાર ગામના નીલગાયનો શિકાર કરતી ગેંગ મોડી રાત્રે કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં નીલગાયનો શિકાર કરવા માટે આવી પહોંચી
શિકાર દરમિયાન મીસ ફાયર થતા શિકારી બંદુકની ગોળીએ વિંધાયો
પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી
WatchGujarat. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામ ગામની સીમમાં મોડી રાત્રે નીલ ગાયનો શિકાર કરવા આવેલી ગેંગે નીલ ગાય ઉપર ફાયરિંગ કર્યુ હતું. જો કે, ફાયરિંગમાં ગેંગના જ એક સાગરીતને ગોળી વાગતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના હલદરવા અને જંગાર ગામના નીલગાયનો શિકાર કરતી ગેંગ મોડી રાત્રે કરજણ તાલુના ચોરંદા ગામની સીમમાં નીલ ગાયનો શિકાર કરવા માટે આવી હતી. ગેંગ દ્વારા નીલ ગાયનો શિકાર કરતી વખતે મિસ ફાયરની ઘટના ઘટી હતી. જેમાં ગેંગના એક સાગરીત આસીફ ઝઞારીયાવાલા છાતીમાં ગોળી વાગતા ઇજા થઈ હતી. આ ગેંગના માણસો ઇજાગ્રસ્તને લઇને ભરુચ પહોંચ્યા હતા. સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
દરમિયાન આજે સવારે આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને સ્થાનિક લોકો પાસેથી વિગતો મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો. જો કો પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.