જિલ્લા પોલીસે બાતમીના આધારે દેણા ગામ પાસે દારૂ ભરેલા ટેમ્પો સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી
દારૂ સાથે ઝડપાયેલા બન્નેની કડકાઇથી પુછતાછ કરતા રણોલી તાપી હોટલ પાછળથી દારૂનુ આખુ ગોડાઉન મળી આવ્યું
પોલીસે રૂ. 14. 40 લાખની રકમનો દારૂના જથ્થો સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો
ટેમ્પોમાં ભરેલો દારૂનો જથ્થો વાઘોડીયાના રવિ અને તરસાલીના વિજયને પહોંચાડવાનો હતો
WatchGujarat. કોરોના ધાતક બન્યો છે, ત્યારે તંત્ર અને પોલીસ વિભાગ નિયમોનુ પાલન કરાવવામાં વ્યસ્ત છે. તેવામાં બુટલેગરોને જાણે છુટ્ટોદોર મળી ગયો એમ દારૂની વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહ્યાં છે. જે અંગેની બાતમી જિલ્લા પોલીસને મળતા દેણા ગામ પાસેથી ટેમ્પોમાં ભરેલા દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યાં હતા. જોકે પોલીસે આ બન્નેની પુછતાછ કરતા શહેર નજીકના રણોલી ખાતેથી દારૂનુ આખુ ગોડાઉન મળી આવતા પોલીસે કુલ રૂ. 14.40 લાખના દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા ગ્રામ્ય એલ.સી.બીને બાતમી મળી હતી કે, સફેદ રંગના ટેમ્પોમાં દારૂ ભરી બે શખ્સો છામી ફરટીલાઇઝરથી દેણા તરફ જવાના છે. બાતમીના આધારે પોલીસ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન છાણી ફરટીલાઝર પાસેથી સફેદ રંગનો ટેમ્પો આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને ઉભેલી જોઇ ટેમ્પો ચાલકે પુરઝડપે ગાડી દેણા ચોકડી તરફ હંકારી હતી. પોલીસ ફિલ્મી ઢબે ટેમ્પોનો પીછો કરી તેને દેણા ગામ ચોકડી પાસે અટકાવી હતી.
ટેમ્પોમાં પાછળના ભાગે પોલીસે તપાસ કરતા રૂ. 1,53,600ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટેમ્પો સવાર રાજસ્થાનના સાંચોર ગામના અશોકકુમાર બિસ્નોઇ અને ઓમપ્રકાશ બિસ્નોઇની અટકાયત કરી હતી. પોલીસે બન્નેની શખ્સોની આ મામલે કડકાઇથી પુછપરછ કરતા દારૂનો જથ્થો વાઘોડીયાના રવિ અને તરસાલીના વિજયને પહોંચાડવાનો હતો. તેમજ દારૂનો જથ્થો રણોલી સ્થિત તાપી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાંથી ભર્યો હોવાનુ જણાવ્યું હતુ.
જેથી પોલીસે આ મામલો છાણી પોલીસને જાણ કરી તાપી હોટલ પાછળના ગોડાઉનમાં દરોડો પાડતા 12,86,400ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ પોલીસે કુલ રૂ. 14.40 લાખનો દારૂનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.