નસવાડી પોલીસે બંને બુટલેગરની પૂછપરછ શરૂ કરી, દારૂ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ શરૂ
ગતરોજ છોટાઉદેપુર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન દેવલીયા ગામ પાસે બિનવારસી પંક્ચર પડેલી હાલતમાં કાર મળી હતી
ચુંટણીમાં દારૂની હેરફેરના અનેક કિસ્સાઓ સામે આવતા વહીવટી તંત્રએ વધારે સતર્ક રહેવાની જરૂરત
WatchGujarat. છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી નસવાડી તરફ લક્ઝુરિયસ કારમાં લવાઈ રહેલો 5.20 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નસવાડી પોલીસે ઝડપી પાડ્યો છે અને બે બુટલેગરની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ગત રોજ છોટાઉદેપુર પોલીસે ડેપ્યુટી મામલતદાર લખેલી નંબર પ્લેટ વાળી ગાડીમાંથી દારૂ પકડી પાડ્યો હતો. ચુંટણી ટાણે હવે બુટલેગરો ગાડીઓ મારફતે દારૂની હેરફેર કરતા હોવાનું સામે આવી રહ્યું છે.
પોલીસે દારૂ અને કાર સહિત 13.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજ્યભરમાં 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી થવાની છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ ચૂંટણીનો માહોલ છે, ત્યારે નસવાડી પોલીસે બાતમીને આધારે આજે વહેલી સવાર કવાંટથી નસવાડી તરફ આવી રહેલી લક્ઝુરિયર કારને રોકી હતી અને કારમાં બેઠેલા વિનુભાઈ પ્રભુભાઇ રાઠવા અને યોગશ કતુરભાઇ રાઠવા(બંને રહે, કવાંટ)ની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન કારમાંથી 80 પેટીમાં 4 હજાર વિદેશી દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા. જેની કિંમત 5.20 લાખ રૂપિયા થાય છે. પોલીસે દારૂ, 8 લાખની કિંમતની કાર અને 6 હજારની કિંમતના બે મોબાઇલ સહિત 13.26 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
ડે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખેલી કારમાંથી દારૂ મળ્યો હતો
આ પહેલા મંગળવારે છોટાઉદેપુર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન દેવલીયા ગામ પાસે બિનવારસી પંક્ચર પડેલી હાલતમાં કાર મળી આવી હતી. આ કાર પર ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખેલુ હતું. આ બિનવારસી કારમાંથી 56 હજારની કિંમતનો 198 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. જોકે આ દારૂ લાવનાર આરોપી અંગે છોટાઉદેપુર પોલીસને કાઈ માહિતી મળી નથી. પોલીસે કાર અને દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.