• રાજુ ઠક્કર ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 20 વર્ષથી વધુ સમય સુધી સંકળાયેલા હતા
  • સ્થાનિક કાર્યકરની જગ્યાએ સ્કાયલેબ કરીને બિલ્ડર લોબી સાથે સંકળાયેલા ઉમેદવારને ટીકીટ આપતા રાજુ ઠક્કરે વિરોધ કર્યો
  • વિરોધ કરવાની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી
  • મનિષ પગારે વાંધો રજૂ કર્યા બાદ ચકાસણી કરાતા રાજુ ઠક્કરના ફોર્મમાં ક્ષતિ બહાર આવી

WatchGujarat. વોર્ડ નંબર – 12 માંથી મુળ ભાજપના કાર્યકર પરંતુ ટીકીટ વહેંચણીથી ખફા થયેલા રાજુ ઠક્કરે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. વોર્ડ નંબર – 12 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનીષ પગારે, અપક્ષ ઉમેદવારના ફોર્મ સામે વાંધા આરજી રજૂ કરી હતી.  ચકાસણી દરમિયાન ફોર્મમાં ક્ષતિઓ બહાર આવતા અપક્ષ ઉમેદવાર રાજુ ઠક્કરનું  ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું.

#Vadodara : BJP મોવડીઓની મનમાની સામે રાજુ ઠક્કરે બાંયો ચડાવી – અપક્ષ ઉમેદવાર તરીકે સૌથી વધુ લીડથી જીતવાનો દાવો

રાજુ ઠક્કર ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 20 વર્ષથી વધુ સમય સુધી સંકળાયેલા હતા. ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના વોર્ડમાં સ્થાનિક કાર્યકરની જગ્યાએ સ્કાયલેબ કરીને બિલ્ડર લોબી સાથે સંકળાયેલા ઉમેદવારને ટીકીટ આપી હતી. જેને વિસ્તારના અગ્રણી રાજુ ઠક્કરે વિરોધ કર્યો હતો. માત્ર વિરોધ જ નહિ પરંતુ વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવારી પણ કરી હતી. અને સૌથી વધુ લીડથી જીતવાનો દાવો પણ કર્યો હતો.

સોમવારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી  માટે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર – 12 ના ભાજપના ઉમેદવાર મનીષ પગારે રાજુ ઠક્કરના ફોર્મ સામે વાંધો રજૂ કર્યો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન સોગંદનામું સ્ટેમ્પ પેપર વગરનું જમા કરાવ્યાનું સામે આવ્યું હતું. તેની સાથે સંગદનામામાં ભરવામાં આવેલી વિગતો અધુરી હોવાનું સામે આવ્યું હતું.

આખરે ચુંટણી અધિકારીએ મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (ની ચુંટણી કરવા) બાબતના નિયમો – 1994 ના નિયમ – 8 ની જોગવાઇ મુજબ વોર્ડ નંબર – 12 ના અપક્ષ ઉમેદવાર રાજુ ઠક્કરનું ફોર્મ રદ્દ કર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud