• મતદાન કરવા માટે પ્રેરણા પુરૂ પાડતો કિસ્સો
  • પિતાપુત્ર બંને જુદાં જુદાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત: બંને એ નિભાવી મતદાનની પવિત્ર ફરજ

WatchGujarat. રોઝરી હાઇસ્કૂલના મતદાન મથકે પિતા સુભાષ અગ્રવાલ અને યુવાન પુત્ર પાર્થ અગ્રવાલ મતદાન કરવા આવ્યા હતા.પિતા પુત્ર સાથે મતદાન કરવા આવે એ કોઈ નવાઇ ની ઘટના ના ગણાય. જો કે બંન્ને ઇજાગ્રસ્ત હોવા છત્તા મતદાન કરવા આવ્યા હતા. પુત્રના શરીરે અનેક પાટા પીંડી હતી. તેમ છત્તા કોઇ પણ બહાને મતદાન ટાળવાની જગ્યાએ તેઓએ લોકશાહીને મજબુત કરવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. આ પ્રકારના પ્રેરણાત્મક કિસ્સાઓ લોકોને વધુ મતદાન કરવા માટે પ્રેવા પુરતા છે.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર, પાર્થ અગ્રવાલ હમણાં જ શિક્ષણ પૂરું કરી વિદેશ થી પાછા ફર્યા છે. તેને જીમ માં અકસ્માત થતાં એક પગે પ્લાસ્ટર છે. હું તમામ ચુંટણીઓમાં નિયમિત મતદાન કરું છું એવી જાણકારી આપતાં પાર્થે જણાવ્યું કે મારી ઇજા તો 6 મહિનામાં મટી જશે. પરંતુ હવે પછી મતદાન કરવાની તક 5 વર્ષે મળશે.

શહેરને સુવિધાઓ મળે તે માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા જરૂરી છે. એટલે આજે મતદાન ન કરું તો 5 વર્ષ નુકશાન ભોગવવું પડે. એટલે આજે પીડા વેઠી ને પણ મતદાન કર્યું છે. પરંતુ આ બાપ દીકરાના કિસ્સામાં ખાસ વાત એ હતી કે બંને જુદાં જુદાં અકસ્માતો ના ઇજાગ્રસ્ત હતા તો પણ મતદાન કરવાની ફરજ ચૂક્યા ન હતા. તેણે અપીલ કરી હતી કે, યુવા અને તમામ મતદારોએ મતદાન કરવાની ફરજ નિભાવવી જ જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud