WatchGujarat. સામાન્ય રીતે ફુડીઝ લોકો રેસ્ટોરેન્ટ અથવાતો ફુડ જોઇન્ટ શરૂ કરતા હોય છે. પરંતુ ઘર જેવું જમવાનું જમાડવા માટેનો શોખ પુરો કરવા માટે ડેટા એનાલિસ્ટ તરીકેની નોકરી છોડીને IT એન્જિનીયર રમિત પટેલ ફુડ પ્રેન્યોર બન્યો હતો. અને પોતાનું હિન્દુસ્તાની વડાભાઉ નામથી ફુડ જોઇન્ટ ઘરેથી જ શરૂ કર્યું હતું. નોકરી છોડ્યા બાદ લોકડાઉન લાગુ થયુ હતું. તેવા સમયે નોકરી પર પરત જવાનો વિચાર પડતો મુકીને રમિતે ઘરે થી જ ફાસ્ટફુડ જોઇન્ટ શરૂ કર્યું હતું.
હિન્દુસ્તાની વડાભાઉના ફાઉન્ડર રમિત પટેલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેં શહેર નજીક આવેલી ખાનગી યુનિવર્સિટીમાંથી આઇટી એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે. કોલેજમાં ભણતર પુરૂ થયા બાદ હું ખાનગી કંપનીમાં ડેટા એનાલિસ્ટ તરીકે જોડાયો હતો. ડેટા એનાલિસ્ટ તરીકેની જોબ તો સારી હતી. પરંતુ સતત મારા મનમાં કેફે શરૂ કરવાનું પેશન રહેતું હતું. જેને કારણે 2.5 વર્ષની નોકરી બાદ ફેબ્રુઆરી 2020 માં જોબમાંથી રીઝાઇન મુકીને પોતાનું પેશન ફોલો કરવા માટે કેફે ખોલવાનું પ્લાનીંગ શરૂ કરી દીધું હતું.
લોકડાઉન દરમિયાન રીઝાઇન બાદ એક વખત તો નોકરી ફરી જોઇન કરવાનો પણ વિચાર આવ્યો
જો કે ત્યાર બાદ કપરા ચઢાણ શરૂ થયા હતા. એક તરફ કેફે ખોલવાનું પ્લાનીંગ ચાલી રહ્યું હતું. અને બીજી તરફ દેશમાં કોરોના વાઇરલ હાહાકાર મચાવી રહ્યો હતો. અને માર્ચ માસમાં સરકારે લોકડાઉન લાગુ કરી દીધું હતું. જોબ છોડી દીધી અને હવે કેફે પણ શરૂ થઇ શકે તેમ ન હતી. અને હવે આગળ શું કરવું તેની વિષામણમાં હું મુકાયો હતો. એક વખત તો મનમાં નક્કી કર્યું કે, ફરી નોકરી શરૂ કરી દઉં. પરંતુ જો તેમ કરૂ તો મારા પેશનનું શું થાય.
ક્યાં સુધી ઘરમાં બેસી રહીશું તેવા વિચારે મારા લાઇફમાં યુ ટર્ન આવ્યો
રમિતે ઉમેર્યું કે, લોકડાઉનમાં કેફે શરૂ થવાની શક્યતાઓ ન હતી. માર્કેટની સ્થિતી પણ ડામાડોળ હતી. અને લોકોમાં પણ ડરનો માહોલ હતો. તમામ પ્રકારની નેગેટીવીટી આસપાસ હતી. પરંતુ ત્યારે મેં પોઝીટીવીટી પર ફોકસ કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ મને ખુબ જ સ્ટ્રોંગ વિચાર આવ્યો કે ક્યાં સુધી ઘરમાં રહીશું. અને આ વિચાર બાદ મારી લાઇફમાં યુ ટર્ન આવ્યો હતો. આખરે મારા બચત કરેલા પૈસામાંથી મેં ઘરેથી જ ઘરે બનાવેલું ફાસ્ટફુડ લોકોને જમાડવા માટેની શરૂઆત કરી હતી. અને પરિવારજનોના સતત સપોર્ટથી ઘરેથી જ હિન્દુસ્તાની વડાપાંવ નામથી ફુડ જોઇન્ટ શરૂ કરી દીધું હતું.
વેન્ચર શરૂ કર્યાના પહેલી પાંચ મિનીટમાં જ ઓર્ડર મળ્યો
આખરે તમામ તૈયારીઓ બાદ 19 નવેમ્બર,2020 ના રોજ ઘરેથી જ હિન્દુસ્તાની વડાપાંડ ફુડ જોઇન્ટની શરૂઆત કરવામાં આવી હતી. મારૂ ફુડ જોઇન્ટ શરૂ કર્યાની પહેલી પાંચ મિનીટમાં જ મને ઓર્ડર મળવાના શરૂ થઇ ગયા હતા. ત્યારથી લઇને અત્યાર સુધી ખુબ જ સારી રીતે મારૂ ફુડ જોઇન્ટ ચલાવી રહ્યો છું. અને સમય અને સ્થિતીને અનુરૂપ ઘરેથી જ લોકોને ટેસ્ટી અને હેલ્ધી વાતાવરણમાં બનેલી વસ્તુઓ પીરસી રહ્યો છું.
ફુડ જોઇન્ટનું નામ હિન્દુસ્તાની વડાભાઉ રાખવા પાછળની રસપ્રદ કહાની
રમિત પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં મેં મારા ફુડ જોઇન્ટની શરૂઆત કરી હતી. તેવા સમયે પ્રધામનંત્રી દ્વારા લોકલ ફોર વોકલનો કોન્સેપ્ટને આપવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રોત્સાહનની વાત કહેવામાં આવી હતી. તેનાથી પ્રેરાઇને મેં હિન્દુસ્તાની શબ્દ પસંદ કર્યો હતો. વડાપાઉની અલગ અલગ વેરાયટી આપવાનો હોવાને કારણે તે શબ્દને પણ નામમાં સમાવાયો હતો. પરંતુ વડાપાઉંના શબ્દમાં ફેરફાર કરીને વડાભાઉ કરી નાંખ્યું હતું. આમ, તમામ કોન્સેપ્ટને સમાવતા મારા ફુડ જોઇન્ટનું નામ હિન્દુસ્તાની વડાભાઉ રાખ્યું હતું.
Karan Thakkar
(eatinvadodara@gmail.com)
ઉપરોક્ત સ્ટોરી ફુડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા ફાઇલ કરવામાં આવી છે. જાણીતા ફુડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા Watchgujarat.com પર વડોદરાના સ્ટ્રીટ ફુડ, ચટાકેદાર વાનગીઓ, અવનવી વેરાયટી સાથેની ફુડ પ્રીપેરેશનનો રિવ્યું કરશે. કરણ ઠક્કર છેલ્લા 2 વર્ષથી ફુટ બ્લોગીંગ સાથે સંકળાયેલા છે. તેઓ eatinvadodara નામથી સોશિયલ મિડીયા પર એકાઉન્ટ ધરાવે છે. તેઓ એક્સપર્ટ સોશિયલ મિડીયા સ્ટ્રેટર્જીસ્ટ છે.