જંબુસરની અલ મહેમુદ કોવિડ હોસ્પિટલમાં ફ્રી માં અપાઈ છે કોરોનાની સારવાર, ભરૂચ જિલ્લા ઉપરાંત વડોદરા-સુરત ગ્રામ્યના પણ ઉમટી રહ્યા છે દર્દીઓ
હોસ્પિટલના તમામ 90 બેડ ફૂલ થઈ જતા, 4 દર્દીઓને ઇમરજન્સી અને અન્ય 4 ને બાંકડા, વ્હીલ ચેર અને સ્ટ્રેચર પર જ ઇમરજન્સી સારવાર શરૂ કરાઇ
ભરૂચમાં મંગળવારે સત્તાવાર 39 પોઝિટિવ કેસ, 296 એક્ટિવ દર્દીઓ
WatchGujarat. કોરોનાના અજગરી ભરડા એ બીજી વખત ભરૂચને બાનમાં લેવાનું શરૂ કરતાં હવે સ્થિતિ ભયાવહ થઈ રહી છે, જિલ્લામાં 4 હોસ્પિટલોને કોવિડ સ્પેશ્યલ જાહેર કરાઇ છે ત્યાં, જંબુસરની અલ મહેમુદ હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા દર્દીઓને બાંકડા, સ્ટ્રેચર, વ્હીલ ચેર અને 4 ઇમરજન્સી બેડ પર સારવાર આપવાની સ્ટાફને ફરજ પડી હતી.
https://youtu.be/fq51ZL3oFn4
જિલ્લાની ખાનગી અને કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને વેન્ટિલેટર ઉપલબ્ધ થઈ રહ્યા નથી ત્યાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફિજીશિયનના અભાવે વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર જોવા મળ્યું હતું. જંબુસર ની અલ મહેમુદ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની ફ્રી માં સારવાર થતી હોય અહીં ભરૂચ જિલ્લા ઉપરાંત વડોદરા અને સુરત ના ગ્રામ્ય વિસ્તારોમાંથી સંક્રમિત દર્દીઓ આવી રહ્યા છે. મંગળવારે હોસ્પિટલમાં તમામ 90 બેડ ફૂલ હોવા વચ્ચે બીજા ઇમરજન્સીમાં 8 દર્દીઓ આવતા સ્થિતિ વણસી હતી.
હોસ્પિટલના સ્ટાફે બેડ ના અભાવે આ કોરોનાગ્રસ્ત દર્દીઓને બાંકડા, સ્ટ્રેચર, વ્હીલ ચેર પર જ સારવાર આપવાની ફરજ પડી હતી. જ્યારે 4 દર્દીઓને ઇમરજન્સી બેડ પર સારવાર શરૂ કરવામાં આવી હતી.
મંગળવારે જિલ્લામાં 39 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે હાલ 296 દર્દીઓ કોવિડ સહિત વિવિધ ખાનગી હોસ્પિટલોમાં તંત્રના અહેવાલ મુજબ સારવાર હેઠળ છે. હવે લોકડાઉનની અટકળો વચ્ચે લોકો વધુ રઘવાયા બની રહ્યા છે.