કોરોના બેકાબુ બનતા રોજે રોજ દર્દીઓ માટે નવા બેડ તૈયાર કરવાની સુવિધા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે
સ્થિતી કથળી રહી છે તેમ છત્તા લોકો બેજવાબદાર પણે માસ્ક નહિ પહેરીને બહાર ફરી રહ્યા છે
JET દ્વારા અનોખા આયોજનના ભાર રૂપે કોરોનાને આમંત્રણ આપનારનું બહુમાન કરાયું
WatchGujarat. શહેરમાં કોરોના દિવસેને દિવસે વકરી રહ્યો છે. તેવા સમયે સમજદાર બનવાની જગ્યાએ લોકો બેકકુફી ભર્યુ વલણ અપનાવીને માસ્ક નહિ પહેરી બહાર નિકળી રહ્યા છે. ત્યારે આજે કોવિડ ગાઇડલાઇનનું અમલ કરાવતી જોઇન્ટ એન્ફોર્સમેનટની ટીમ દ્વારા માસ્ક નહિ પહેરી કોરોનાનું સ્વાગત કરવાનો મોકો આપતા યુવાકોને ફુલોના હાર પહેરાવીને સન્માન કર્યું હતું.
https://youtu.be/0nf9QhpOLm4
કોરોના બેકાબુ બની રહ્યો છે. રોજે રોજ કોરોનાના દર્દીઓ માટે નવા બેડ તૈયાર કરવાની સુવિધા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. એક તરફ જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ દ્વારા કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે તમામ પ્રયાસો ઝોંકી દેવામાં આવ્યા છે. આવી સ્થિતીમાં પણ લોકો માસ્ક નહિ પહેરવાનું બેવકુફી ભર્યુ વલણ દાખવી રહ્યા છે. અને બિંદાસ્ત બહાર ફરી રહ્યા છે.
https://twitter.com/VMCVadodara/status/1380769875782553602?s=20
શનિવારે પાલિકાના વોર્ડ નં – 12 ની ટીમો કોવિડ ગાઇડલાઇના પાલનની કામગીરીમાં હતી. દરમિયાન યુવકો માસ્ક વગર દેખાતા તેઓને હાર પહેરાવીને સ્વાગત કરાવવામાં આવ્યું હતું. અને કોરોનાને આમંત્રણ પાઠવવા બદલ જાહેર રસ્તા પર પર તેમનું અનોખુ બહુમાન કરવામાં આવ્યું હતું. આ કરવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે પ્રેરવાનું છે. જો તેમ નહિ કરે તો સ્થિતી વધુ વકરતી જશે.
સરકારના લાખ પ્રયાસો બાદ પણ લોકો દ્વારા કોવિડ ગાઇલાનના પાલનમાં ઢીલાશ શહેરમાં કોરોનાની સ્થિતી વધુ બગાડી શકે છે. પોતે અને શહેરને સ્વસ્થ રાખવા માટે લોકોએ નિયમોનું પાલન કરવું જ પડશે.