• સમા સાવલી વિસ્તારમાં આવેલા ફિલિંગ સ્પામાં પાંચ તોડબાજ પત્રકારો સ્ટીંગ કરવાને બહાને ઘૂસી ગયા હતા.
  • વિસ્ફોટ ન્યૂઝ, ગુજરાત નેશનલ ન્યૂઝ એજન્સી, એડવેન્ચર ન્યૂઝ અને એન.એન ન્યૂઝના તોડબાજ પત્રકારોએ રૂ. 2 લાખની ખંડણી માગી હતી.
  • ધમકી આપી તોડબાજ પત્રકારોએ કાઉન્ટરમાંથી રૂ. 17 હજાર રોકડ લઇ રૂ. 2 લાખની ખંડણી માગી
  • પોલીસે ઝડપી પાડેલા પાંચ પૈકીના રાકેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો
  • સમા પોલીસે 5 બોગસ પત્રકારોની ધરપકડ કરી એક એન.એન ન્યૂઝનો આકાશ કહાર વોન્ટેડ
  • પોલીસ તમામ પાસેથી પ્રેસના આઇકાર્ડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

WatchGujarat. શહેરના સમા સાવલી વિસ્તારમાં આવેલા ફિલિંગમાં આવી પહોંચેલા 5 તોડબાજ પત્રકારોએ પ્રેસની ધમકી આપી રૂ. 2 લાખની ખંડણી માગી હતી. બનાવને પગલે સ્પાના મહિલા મેનેજરે સમા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલો ગુનો નોંધી પાંચ તોડબાજ પત્રકારોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગત તા 12 માર્ચના રોજ બપોરના સમયે સમા સાવલી રોડ પર આવેલા ફિલિંગ સ્પામાં પાંચ જેટલા પત્રકારો સ્ટીંગ ઓપરેશન કરવાના બહાને ઘૂસી આવ્યાં હતા. તોડબાજ પત્રકારોએ સ્પામાં હાજર મહિલાઓને પોલીસની ધાક ધમકી આપી રૂ. 2 લાખની ખંડણી માગી હતી. ચાર કલાકની રકઝક દરમિયાન કહેવાતા પત્રકારોએ સ્પાના કાઉન્ટરમાં પડેલા રૂ. 17 હજાર કાઢી લીધા હતા. ત્યારબાદ સ્પાના માલિક સાથે ટેલિફોનિક વાતચિત કરી રૂ. 2 લાખની ખંડણી માગી હતી. જોકે રૂપિયા આપવાનો ઇનકાર કરતા કલાકોની રકઝક બાદ બોગસ પત્રકારો નિકળી ગયા હતા.

ઉપરોક્ત મામલે સ્પાના મહિલા મેનેજર રીતુબહેને સમા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ તોડબાજ પત્રકારોને ઝડપી પાડ્યાં હતા. જેમાં તમામના કોવિડ ટેસ્ટ કરાવતા રાકેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ચારની પોલીસે ધરપકડ કરી છે.

આ મામલે વધુ માહિતી આપતા એ.સી.પી ભરત રાઠોડે જણાવ્યું હતુ કે, આ ટોળકીએ ફિલિંગ સ્પાને ટાર્ગેટ બનાવી પહેલા તો વિજય નામની વ્યક્તિને ગ્રાહક બનાવી સ્પામાં મોકલ્યો હતો. ટોળકીની મોડ્સ ઓપરેન્ડી પ્રમાણે સ્પામાં ગ્રાહક બનીને ગયેલી વ્યક્તિ ત્યાં હાજર મહિલાઓને ઓફર કરે, ત્યારબાદ તુરંત જ ટોળકીની અન્ય સભ્યો પ્રેસના નામે ત્યાં પહોંચી રૂપિયાની માગણી કરવા લાગે. આજ મોડ્સ ઓપરેન્ડી આ ટોળકી દ્વારા વાપરવામાં આવી હતી. જેમાં તેમણે સ્પાના માલિક અને મેનેજરને બદનામ કરવા અને પોલીસની ધમકી બતાવી રૂ. 2 લાખની ખંડણી માગી હતી. જેથી આ મામલે પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યાં છે. જ્યારે એન.એન. ન્યૂઝના આકાશ કહારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ઝડપાયેલા તોડબાજ પત્રકારો

1) સન્ની કિશોરભાઇ શિંદે (રહે. દુર્ગેશ્વર સોસાયટી, તરસાલી)
2) કેયુર જ્યંતિભાઇ બારોટ (રહે. ક્રિષ્ણાપાર્ક સોસા. સયાજીપુરા પાસે આજવા રોડ)
3) મોહમદ સિદ્દીક મોહમદ મન્સુરી (રહે. ચુડીવાલા લગી, યાકુતપુરા)
4) દેવાંગ ગીરીશકુમાર ભાટીયા (રહે. વાડી રંગમહાલ)
5) રાકેશ રાજેશભાઇ પટેલ (શ્રીજીધામ એપાર્ટમેન્ટ, પરિવાર ચાર રસ્તા), રાકેશનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. જેથી ધરપકડ કરવાની બાકી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud