દિલ્હી (NCR) ખાતે સિગ્મા આર્ટ ગેલરી દ્વારા આંતરરાષ્ટ્રીય કલા સ્પર્ધા યોજવામાં આવી હતી.
ભારત ઉપરાંત થાઈલેન્ડ, શ્રીલંકા, બ્રિટન, ઇંગ્લેન્ડ, યુએસ, દુબઈ વગેરે દેશોના 600 જેટલાં કલાકારોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
Watch Gujarat. દિલ્હી ખાતે યોજાયેલી ઓનલાઈન આંતરરાષ્ટ્રીય કલા સ્પર્ધામાં સિલ્વર મેડલ (બીજો ક્રમ) પ્રાપ્ત કરીને કલાકાર રાજેન્દ્ર પી. દિંડોરકરે કલાનગરીનું ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આંતરરાષ્ટ્રીય કલા સ્પર્ધામાં રાજેન્દ્રભાઈએ કેન્વાસ પર એક્રેલિકથી તૈયાર કરેલી Unknown Spices ટાઈટલ ધરાવતી કૃતિ પાઠવી હતી.
રાજેન્દ્ર પી. દિંડોરકરે watchgujarat.comને જણાવ્યું હતું કે, કલાનગરીનું નામ રોશન કરવા માટે હું હંમેશા તત્પર રહું છું અને તે માટે હું ખુબજ ખુશી અને ગૌરવ અનુભવતો હોઉં છું. દિલ્હી (NCR) ખાતેની સિગ્મા આર્ટ ગેલરી દ્વારા ઑનલાઇન આંતરરાષ્ટ્રીય કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત ઉપરાંત થાઈલેન્ડ, શ્રીલંકા, બ્રિટન, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, યુએસ, સઉદી, દુબઈ વગેરે દેશોના 6૦૦થી પણ વધુ કલાકારોએ પોતાની કલાકૃતિ મોકલી હતી.
તેમણે ઉમેર્યું કે, મેં મારી કન્ટેમ્પરરી સ્ટાઈલથી કેન્વાસ પર એક્રેલિકથી તૈયાર કરેલી 49" X 37" (ફ્રેમ સાથે) સાઈઝની Unknown Spices ટાઈટલ ધરાવતી કૃતિ મોકલી હતી. સ્પર્ધામાં મારી કૃતિને બીજા ક્રમાક સાથે સિલ્વર મેડલ એવૉર્ડ પ્રાપ્ત થયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એક તરફ કલાનગરીના કલાકારો આર્ટ ગેલરી મેળવવા માટે દેખાવો કરી રહ્યાં છે, પરંતુ સ્માર્ટસિટીના ઠેકેદારો કલાકારોને હજી સુધી આર્ટ ગેલરી આપી શક્યાં નથી. ત્યારે બીજી તરફ, શહેરના કલાકારો પોતાની કલાનાં માધ્યમથી રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે કલાનગરી વડોદરાનું ગૌરવ વધારી રહ્યાં છે.
દિલ્હી (NCR) ખાતે સિગ્મા આર્ટ ગેલરી દ્વારા આંતરરાષ્ટ્રીય કલા સ્પર્ધા યોજવામાં આવી હતી.
ભારત ઉપરાંત થાઈલેન્ડ, શ્રીલંકા, બ્રિટન, ઇંગ્લેન્ડ, યુએસ, દુબઈ વગેરે દેશોના 600 જેટલાં કલાકારોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
Watch Gujarat.દિલ્હી ખાતે યોજાયેલી ઓનલાઈન આંતરરાષ્ટ્રીય કલા સ્પર્ધામાં સિલ્વર મેડલ (બીજો ક્રમ) પ્રાપ્ત કરીને કલાકાર રાજેન્દ્ર પી. દિંડોરકરે કલાનગરીનું ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આંતરરાષ્ટ્રીય કલા સ્પર્ધામાં રાજેન્દ્રભાઈએ કેન્વાસ પર એક્રેલિકથી તૈયાર કરેલી Unknown Spices ટાઈટલ ધરાવતી કૃતિ પાઠવી હતી.