• સરકારના નિયમો પ્રજા માટે અને નેતાઓ માટે અલગ હોવાનો અનુભવ આપણને કોરોના કાળમાં યોજાયેલી ચુંટણીમાં થયો હતો
  • કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર રિષી પટેલ પૂર ઝડપેં જીપ લઇ આવ્યો હતો અને નાગજીભાઇને ટક્કર મારતાં મોત થયું હતું – મૃતકનો ભાણેજ મીનેશ
  • હિટ એન્ડ રનની કોઇ વર્ધી મળી નથી – કરજણ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એ. પટેલ

WatchGujarat. કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર રિષી પટેલે મંગળવારે સાંજે ફુલ સ્પીડમાં જીપ ચલાવી ચાલતા જતા આધેડને અડફેટે લેતાં તેમનું મોત થયું હતું. બનાવ બાદ ટોળા એકત્ર થઇ જતાં ધારાસભ્યનો પુત્ર ફરાર થઇ ગયો હતો. બનાવના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

નિયમો અને કાયદાઓ આમ તો બધા માટે સરખા જ હોય છે. પરંતુ તાજેતરમાં કોરોના કાળમાં જ આપણે જોયું છે કે, કોરોનાના નિયમો માત્ર પ્રજાને લાગુ પડતા હતા. ચુંટણી ટાણે લોકો એકત્ર કરીને થતા રાજકીય મેળાવડાઓ પર નિયમો લાગુ પડતા ન હોય તેમ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેવો જ એક અલગ પ્રકારને કિસ્સો ગતરોજ પ્રકાશમાં આવ્યો છે. કરજણના બીજેપીના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રની કારની અડફેટે આવેલા વૃદ્ધનું મોત થયું હતું. પરંતુ મામલા પર કોઇ રીતે પડદો પાડી દેવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

સમગ્ર મામલે કરજણના મેથી ગામમાં રહેતા નાગજીભાઇ ચતુરભાઇ પટેલના ભાણેજ મિનેશે મીડિયાને જણાવ્યું કે, તેમના મામા નાગજીભાઇ (ઉ.74) મંગળવારે સાંજે 6-30ના અરસામાં મેથી ગામના બસ સ્ટેન્ડ પાસે પસાર થતા હતા ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર રિષી પટેલ પૂર ઝડપેં જીપ લઇ આવ્યો હતો અને નાગજીભાઇને ટક્કર મારતાં મોત થયું હતું. મેં ફરિયાદ કરવાનું કહેતાં રિષી ભાગી ગયો હતો. રાત્રે 11ઇ30 વાગે મૃતદેહને પીએમ માટે કરજણ દવાખાને લઇ જવાયો હતો.

જો કે, સમગ્ર મામલે કરજણ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એ. પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હિટ એન્ડ રનની કોઇ વર્ધી મળી નથી. જયારે ધારાસભ્ય અક્ષય પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારો પુત્ર અને તેનો મિત્ર બન્ને કાર લઇને જતાં હતા ત્યારે એક કાકા રોડ ક્રોસ કરી રહ્યાં હતા અને કાર ઉભી રાખી દેવામાં આવી હતી તેવી બાબત મારા ધ્યાનમાં આવી છે પરંતુ સાચી વિગતો હું જાવ પછી ખબર પડશે.

જેમ કોરોના કાળમાં નિયમો અને કાયદાનું અલગ અલગ પાલન કરવામાં આવતું હતું. તેવું જ કંઇક આ કેસમાં પણ થશે કે પછી પોલીસ યોગ્ય તપાસ કરીને ગુનેગારોને સજા અપાવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud