• સૂચનાથી શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાનું પાલન થાય છે કે કેમ તે અંગે પોલીસે ટીમ બનાવીને ચેકીંગ શરૂ કર્યું
  • રાજકોટના નામાંકિત તબીબ કે. કે. રાવલના પુત્રના લગ્નનો સમારોહ ચાલતો તેમાં વધારે લોકો એકત્ર થયા હોવાની બાતમી મળી
  • પોલીસે બાતમીના આધારે રેડ કરી રિસોર્ટમાં દરોડો પાડ્યો

Watchgujarat. શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત લગ્ન પ્રસંગમાં 50 કરતા વધુ મહેમાનો એકઠા કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પણ આ અંગેનું જાહેરનામું બહાર પડાયું છે. પરંતુ આમ છતાં ડોક્ટર દરજ્જાનાં વ્યક્તિએ આ નિયમનો ભંગ કરતા ક્રાઈમ બ્રાન્ચે તેના સહિત 4 સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. જેમાં રીજન્સી લગૂન રિસોર્ટનાં સંચાલકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

ગુજરાત સરકારની સૂચનાથી શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાનું પાલન થાય છે કે કેમ તે અંગે અગાઉ ડીસીબીની જુદી જુદી ટિમો બનાવીને 60 જેટલા લગ્નપ્રસંગમાં રૂબરૂ જોઈને ચકાસણી કરવામાં આવી હતી. આવા લગ્નપ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ છે કે કેમ તે અંગે ધ્યાન રાખવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે ડીસીબી ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન 25 તારીખે મળેલી બાતમી આધારે ન્યારી રોડ ઉપર આવેલ રીજન્સી લગૂન રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો.

દરમિયાન રાજકોટના નામાંકિત તબીબ કે. કે. રાવલના પુત્રના લગ્નનો સમારોહ ચાલતો હતો. જેનાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્યાં 100થી વધુ મહેમાનો આમંત્રિત કરવામાં આવ્યા હોય તેવું જાણવા મળતા તબીબ કે કે રાવલ, મોરબીના ભરતભાઈ ચંદુભાઈ વ્યાસ, રિસોર્ટના માલીક સુમિતભાઈ પ્રવીણભાઈ પટેલ અને સંચાલક સંજયકુમાર શ્રીચક્રવર્તિકુમાર શર્મા સામે ગુનો નોંધીને આ તમામની ધરપકડ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud