• માગશર મહિનામાં આદ્રા નક્ષત્ર હોય ત્યારે શિવજીની આરાધના પંચાક્ષર સ્તોત્રનું પઠન કરવામાં આવે તો 100 મહા શિવરાત્રીનું ફળ મળે
  • શિવજીએ પોતે કહ્યું છે કે આ દિવસે મારી આરાધના કરે તો મારા દીકરા કાર્તિકેય સમાન પ્રિય બને છે.

WatchGujarat. માગશર મહિનામાં આદ્રા નક્ષત્ર હોય ત્યારે શિવજીની આરાધના પંચાક્ષર સ્તોત્રનું પઠન કરવામાં આવે તો 100 મહા શિવરાત્રીનું ફળ મળે છે અને શિવજીએ પોતે કહ્યું છે કે આ દિવસે મારી આરાધના કરે તો મારા દીકરા કાર્તિકેય સમાન પ્રિય બને છે.

વડોદરા ખાતે થી ટી.વી.ના માધ્યમ દ્વારા ચાલતી પૂજ્ય ગીરીબાપુ શિવ કથા માં આજ ના દિવસ નું મહત્વ જણાવી પૂજ્ય ગીરીબાપુએ ભક્તજનોને તારીખ 30 મી ના રોજ માગશર મહિના ના દિવસે આદ્રા નક્ષત્ર નો સંયોગ છે. તે દિવસે ઘરે રહીને અથવા શિવજી ના મંદિરે બેસી પંચાક્ષર સ્તોત્ર નું પઠાન કરી શિવજીની આરાધના કરવા અપીલ કરી હતી.

પૂજ્ય ગીરીબાપુ ની અપીલ ને માન આપી વડોદરા શહેર જિલ્લાના શિવાલયોમાં પંચાક્ષર સ્તોત્ર નું પઠન કરી ભક્તજનોએ શિવજીની આરાધના કરી હતી. વડોદરા જિલ્લાના કરનારી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિર ખાતે આજે સવારની શિવજીની થતી વૈદિક પૂજા અને આરતી બાદ ઉપસ્થિત રજનીભાઇ પંડ્યા કમલેશભાઈ, દત્તા ભાઈ અને ધર્મેશભાઈએ પંચાક્ષર સ્તોત્ર નું પઠન કરી શિવજીની આરાધના કરી હતી. અને વડોદરા સહિત સમગ્ર દેશને અને વિશ્વને કોરોના થી મુક્ત કરાવવા શિવજીને પ્રાર્થના કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud