• ઝઘડિયાની મેટ્રોપોલીટન એક્સીમ કેમ પ્રા. લી. માં સિદ્ધિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોન્ટ્રકટરના ભાઈ આણી મંડળીએ એમ.એસ.સ્ટ્રક્ચરના પેટા કોન્ટ્રાકટરનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું
  • લક્ષ્મણ નગર નજીક પેટા કોન્ટ્રાક્ટર ₹15,000 સાથે સોમવારે 4 મજૂરોને કોન્ટ્રાકટર પર લઈ જવા રીક્ષાની રાહ જોતો હતો ત્યારે ઇનોવા કારમાંથી ઉઠાવી લેવાયો
  • પેઈન કિલર ખવડાવી પેટા કોન્ટ્રાક્ટરને વિવિધ સ્થળોએ ઢોરમાર માર્યો
  • અપહરણકારોની સિદ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વર્કશોપમાં CCTV કેમેરા પૂર્વ થી બંધ કરાવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

Watchgujarat. અંકલેશ્વરમાં પેટા કોન્ટ્રાકટરને કોન્ટ્રકટરના ભાઈ સહિત 4 અપહરણ કર્તાઓએ લેબરના નાણાં માંગવાના મુદ્દે અપહરણ કરી 2 કારમાં 38 કિમી સુધી 6 સ્થળોએ ફેરવી લાકડા-લોખંડના સપાટા, તમાચા અને ગડદાપાટુનો માર મારી પેઈન કિલર ખવડાવી 7 કલાકે ફરી અંકલેશ્વરમાં જ છોડી દીધો હોવાનો ફિલ્મી ઢબનો કિસ્સો બહાર આવ્યો છે.

અંકલેશ્વર GIDC માં સોમવારે મોડી સાંજે પૈસાની લેતી-દેતી બાબતે દિલ્હી પાર્સિંગ ઈનોવા ગાડી માં આવેલ ઈસમોએ ફિલ્મી ઢબે પેટા કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી પેઈન કિલર ખવડાવી મારી અંતે મોદીનગર નજીક મૂકી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણકર્તાઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

અપહરણની ઘટનાની ફરિયાદ મુજબ સોનમ સોસાયટીમાં રહેતા અર્જુન ભોલાભાઈ ચૌધરી ઝઘડીયા GIDC ની મેટ્રોપોલીટન એકસીકેમ કંપનીમાં સિદ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભય મિશ્રાના કોન્ટ્રાક્ટમાં એમ.એસ સ્ટ્રક્ચર તરીકે પેટા કોન્ટેક્ટ માં કામ કરી પોતાના 5 બાળકો અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

લેબરના નાણાં મુદ્દે પેટા કોન્ટ્રાક્ટર અપહયુત અર્જુન અને અપહરણકર્તાના ભાઈ અભય મિશ્રા વચ્ચે અગાઉ મોબાઈલ ઉપર ઉગ્ર બોલા ચાલી થઈ હતી. સોમવારે સવારે 9.15 કલાકે અર્જુન રોકડા 15,000 અને 4 લેબર સાથે લક્ષ્મણનગર નાકા પાસે રીક્ષાની રાહ જોતો હતો. એ સમયે દિલ્હી પસિંગની ઇનોવા કારમાં અભયનો ભાઈ નિર્ભય મિશ્રા અન્ય 3 લોકોને લઈ આવ્યો હતો. લાકડાના ફટકા અને તમાચાઓ મારી 4 અપરણકર્તાઓએ પેટા કોન્ટ્રાક્ટર અર્જુનનું અપહરણ કરી કારમાં પણ માર મારતા મારતા 6 સ્થળોએ ફેરવ્યો હતો. જ્યાં પેઈન કિલર ખવડાવી કાપોદ્રા ગામેથી બોલેરો ગાડીમાં ધમરોડ લઈ જઈ ત્યાંથી અંતે 7 કલાક બાદ અંકલેશ્વરના મોદી નગરમાં છોડી ફરાર થઈ ગયા હતા.

પૂર્વયોજિત અપહરણનો પ્લાન, ધર્મેશ મકવાણા કોણ જેના કહેવા પર પેટા કોન્ટ્રાક્ટરને છોડાયો

અપહ્યત અર્જુન ચૌધરીનું લક્ષ્મણ નગરથી ઇનોવા કારમાં સપાટા અને તમાચા મારતા મારતા અપહરણ કરી સારંગપુર પાટીયા, કોસમડી તળાવ પાસે ખુલ્લી જગ્યામાં લઈ જઈ ફરી એકવાર તેને માર માર્યો હતો. જ્યાંથી પાનેલીમાં આવેલ સિદ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના વર્કશોપમાં લઈ જવા માટે નીકળ્યા હતા. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેઓ અગાઉથી CCTV કૅમેરા બંધ કરાવી દીધા હતા.

કંપનીમાં લઈ જઇ તેના જખમ પર મરહમ રૂપે પેઈન કિલર ખવડાવી ફરી લાકડાના સપાટા મારી જખમ આપ્યા હતા. ગાળાગાળી,મારામારી અને ધમકીઓ આપી થાકી ગયા બાદ અપહરણકર્તા ઓ તેને છત્તીસગઢ પાર્સિંગ બોલેરો ગાડીમાં કાપોદ્રા ગામથી ધામરોડ ખાતે લઇ ગયા હતા. જ્યાંથી કોઈક નો ફોન આવ્યા બાદ તેને મોદીનગર લઈ ગયા હતા. ધર્મેશ મકવાણા નામ ના ઈસમે મધ્યસ્થી કરી ફરિયાદીને વધુ માર મારવાથી બચાવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ધર્મેશ મકવાણા એ અપહરણકર્તાઓને ત્યાંથી જતા રહેવા માટે કહેતા તેઓ જતા રહ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ચાર અપહરણકર્તા સામે ગુનો નોંધાયો

– નિર્ભય મિશ્રા

– અર્પિત ઝા

– અજય સિંગ

– અજાણ્યા ઈસમ (તમામ રહે – અંકલેશ્વર)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud