• અગાઉ પણ કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકોની અટકનો ઉપયોગ કરીને પોસ્ટર મારવામાં આવ્યા હતા
  • ચુંટણી પ્રચાર શાંત થવાને ગણતરીનો સમય બાકી છે ત્યારે હવે પોસ્ટર થકી લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ
  • કોંગ્રેસના શહેર પ્રમુખને જાણ થતા ટીમ એક્શનમાં આવી હતી
  • બેનર લઇને ફરતા ટેમ્પોમાં બાળકો પાસે મજુરી કરાવવાનું સામે આવ્યું
  • સમગ્ર મામલે પોલીસને ફરિયાદ કરાઇ

WatchGujarat. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે કોંગ્રેસના અગ્રણીઓની રેલી નીકળવાની હતી. તે પૂર્વે રાત્રે એક વાગ્યાની આસપાસ કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે રાત્રી બજાર ની દીવાલ પર વિવાદિત લખાણવાળા હોર્ડિંગ્સ લગાવતા બે બાળ મજૂર અને બે વ્યક્તિ ને કોંગ્રેસના કાર્યકરોએ રંગેહાથ ઝડપી લીધા તા. અને મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ટેમ્પો અને હોર્ડિંગ્સ જપ્ત કરી ડ્રાઈવરની અટકાયત કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મધ્ય રાત્રીના એક વાગ્યાના સુમારે વડોદરાના કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે એક ટેમ્પામાં બે-ત્રણ હોર્ડિંગ્સ લઈને બે બાળ મજૂર અને અન્ય બે વ્યક્તિ નીકળ્યા હતા. તેમણે એક હોર્ડિંગ્સ રાત્રી બજાર ની દીવાલ પર લગાવ્યું હતું. પોસ્ટરમાં લખ્યું હતું કે, ગાંધી, તુમ્હારે આજકે બંદર, સાવત-ચાવડા- ભરત કે અંદર, ખાએ મદારી, નાચે બંદર

હોર્ડિંગ્સમાં કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ લખાણ લખેલું હોવાનું જણાતા આ અંગેની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલને કરવામાં આવી હતી. પ્રશાંત પટેલે વોર્ડ નંબર 3 કાર્યકરોને એલ એન્ડ ટી સર્કલ પર મોકલ્યા હતા. જ્યાં કાર્યકરોએ હોર્ડિંગ્સ અને ટેમ્પો અને ઝડપી પાડયો હતો.

હાઉસિંગ લગાવવામાં બે બાળ  મજુરની  મદદ લેવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ મજૂરોને પુછ્યું કે આ હોર્ડિંગ્સ કોના કહેવા પ્રમાણે લગાવવામાં આવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, વીરુ શર્માના કહેવાથી લગાડી રહ્યા છે.  આ અંગે કોંગ્રેસના કાર્યકર દિપક દેસાઈએ પોલીસ કંટ્રોલરૂમને જાણકારી આપી હતી. પોલીસે સ્થળ પર આવીને ટેમ્પાના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. દરમિયાન ટેમ્પાનો માલિક સ્થળ પર દોડી આવ્યો હતો. તેણે કાર્યકરો સાથે દાદાગીરી કરતા અને વીરુ શર્માને ફોન કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા

દરમિયાન પોલીસની છ – સાત ગાડીઓ સ્થળ પર આવી પહોંચી હતી અને ટેમ્પો માલિક અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ચકમક થતાં પોલીસે ટેમ્પોના માલિક ની અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકર એ લેખિતમાં ફરિયાદ આપી જણાવ્યું હતું કે ટેમ્પોમાં ભરીને હોર્ડિંગ્સ  એલ એન્ડ ટી સર્કલ પાસે લગાવવામાં આવ્યું હતું જેની જાણકારી મળી છે જેમાં ટેમ્પો માલિકનું નામ અભિષેક હોવાનું જાણવા મળ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud