કોરોનાની જુની સ્ટ્રેઇનની સરખામણીએ નવી સ્ટ્રેઇન 56 થી 70 ટકા જેટલી વધારે ઝડપતાથી ફેલાય છે - ડો. શિતલ મિસ્ત્રી
રાવપુરા વિસ્તારમાં બ્રિટેનથી આવેલો યુવકમાં કોરોનાના લક્ષણો જણાતા તે ગોત્રી મેડીકલ કોલોજમાં એડમીટ થયો
આગામી સમયમાં બ્રિટેનની સ્ટ્રેનના વધુ દર્દીઓ આવશે તો અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.
WatchGujarat. કોરોના વાઇરસને કારણે દેશ - દુનિયામાં હાહાકાર મચ્યો હતો. માંડ સ્થિતી થાળે પડ્યો ત્યાંતો બ્રિટેનમાં કોરોનાની નવી સ્ટ્રેન સામે આવી હતી. નવી સ્ટ્રેન 70 ટકા વધુ ઝડપથી ફેલાતી હોવાને કારણે તેને લઇને દુનિયામાં ફફડાટ છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં બ્રિટેનથી આવેલો યુવકમાં કોરોનાના લક્ષણો જણાતા તે ગોત્રી મેડીકલ કોલોજમાં એડમીટ થયો હતો. તેના સેમ્પલ પુનાની લેબમાં મોકલવામાં આવતા યુવકને બ્રિટેનની સ્ટ્રેનનો કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું.
કોરોના વાઇરસ ફેલાયા બાદ તેની અલગ અલગ સ્ટ્રેન સામે આવી હતી. જેમાં તાજેતરમાં પ્રકાશમાં આવેલી બ્રિટેનની સ્ટ્રેન અન્ય કરતા 70 ટકા વધુ ઘાતક હોવાને કારણે તેને લઇને વિશ્વભરમાં ફફડાટ છે. બ્રિટનની સ્ટ્રેન સામે આવતા જ ભારત સહિતના અનેક દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ બંધ કરી દીધી હતી. દરમિયાન તે પહેલા હજારોની સંખ્યામાં લોકો ભારત દેશમાં આવી ચુક્યા હતા. 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચચે લગભગ 33 હજાર લોકો ભારતમાં આવ્યા હતા. શહેરના રાવપુરા વિસ્તારમાં રહેતો 32 વર્ષિય યુવાન બ્રિટનથી અહિંયા તાજેતરમાં આવ્યો હતો. અહિંયા આવ્યા બાદ તેનામાં કોરોનાના લક્ષણો જણાતા તે જીએમઇઆરએસ - ગોત્રી મેડીકલ કોલેજમાં દાખલ થયો હતો.
યુવકની બ્રિટેનથી અહિંયા આવવાની હિસ્ટ્રી હોવાના કારણે તેના સેમ્પલને પુનાની નેશનલ વાઇરોલોજી લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. નેશનલ વાઇરોલોજી લેબ દ્વારા ગતરોજ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરાના યુવાનને બ્રિટેનની સ્ટ્રેનનો કોરોના થયો હોવાની પુષ્ટિ કરી હતી. બ્રિટનની સ્ટ્રેનના કોરોના પોઝીટીવ દર્દીની સ્થિતી સામાન્ય છે. તેના જરૂરી રીપોર્ટ કરાવ્યા બાદ તેને રજા આપવામાં આવશે.
[caption id="attachment_34844" align="aligncenter" width="1280"] ડો. શિતલ મિસ્ત્રી[/caption]
ગોત્રી મેડીકલ કોલેજના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, બ્રિટેનથી આવેલા યુવાનના રિપોર્ટમાં સ્પાઇક પ્રોટીનમાં 17 થી વધુ મ્યુટેશન જોવા મળ્યા હતા. કોરોનાની જુની સ્ટ્રેઇનની સરખામણીએ નવી સ્ટ્રેઇન 56 થી 70 ટકા જેટલી વધારે ઝડપતાથી ફેલાય છે. જો કે તેની લક્ષણો વધુ ગંભીર હોતા નથી અને મૃત્યુદર પણ વધુ હોય તેવું જણાયું નથી. કોરોનાની વેક્સીન માટે કામ કરી રહેલા વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવે છે કે, નવી સ્ટ્રેઇન પર પણ વેક્સીન કામ કરશે.
વડોદરામાં બ્રિટનથી આવેલા યુવકની સાથે અન્ય ત્રણ એમ કુલ ચાર લોકોના રિપોર્ટ પુણાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. અને યુવકના રિપોર્ટમાં બ્રિટનની સ્ટ્રેઇન મળી આવી છે. બ્રિટનથી આવેલા યુવકને હાલ અલાયદી આઇસોલેશન વ્યવસ્થામાં રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં બ્રિટેનની સ્ટ્રેનના વધુ દર્દીઓ આવશે તો અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.
ગોત્રી મેડીકલ કોલેજના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બ્રિટેનની સ્ટ્રેનના બાદ પણ વધુ જોખમી સ્ટ્રેન સામે આવી છે. સાઉથ આફ્રીકાના કોરોના સ્ટ્રેન વધારે જોખમી છે.