લક્ઝુરિયસ કાર અને લોટરીના પૈસા મેળવવાની લાલચે લાખો રૂપિયા ગુમાવ્યા
એક વર્ષના સમયગાળામાં ટુકડે ટુકડે ઇન્શ્યોરન્સ એજન્ટે લાખો રૂપિયા ચુકવ્યા
WatchGujarat. શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને ઇન્શ્યોરન્સ એજન્ટ કરીકે કામ કરતા ઇસમ ઓનલાઇન ઠગાઇનો શિકાર બન્યા છે. સરકાર પાસેથી જગુઆર કાર અને લોટરીના રૂ. 5 કરોડ અપાવવાની લાલચે વડોદરાના ઇન્શ્યોરન્સ એજન્ટ પાસેથી રૂ. 12.30 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી.
આજવા રોડ વિસ્તારમાં નરેશસિંહ જશવંતસિંહ રાજપુત (ઉં - 49) રહે છે. અને તેઓ ઇન્શ્યોરન્સ એજન્ટ કરીકે કામ કરે છે. તેમને ગત તા- 31/06/2019 અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ તેની ઓળખ એસબીઆઇ મેઇન બ્રાન્ચમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું. ફોન પર કહ્યું કે, તમે અગાઉ ખાનગી માર્કેટીંગ કંપનીમાં જેગુઆર કાર અને રૂ. 5 કરોડની લોટરી લાગેલી છે. અને તમારું રોકાણ અમે તમને સરકાર પાસેથી અપાવીશું.
લોટરી અને લક્ઝુરીયર કાર મેળવવાની લાલચે નરેશસિંહે એક વર્ષથી વધુના સમયગાળા દરમિયાન અલગ અલગ કુલ 24 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 12.30 લાખ ગઠિયાઓ દ્વારા જણાવવામાં આવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. આખરે ઓનલાઇન ઠગાઇનો શિકાર થયાનો અંદાજ આવતા નરેશસિંહે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજય રામચંદ્ર (રહે - ઓલ્ડ વિજય નગર, ગાઝીયાબાદ), સન્ની રામકુમાર, અરવિંદકુમાર ધરમપાલ સિંગ, વિકાસ વિરેન્દ્ર ગર્ગ (રહે - સોનિયા વિહાર, દિલ્હી) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડી સહિતની કલમોના આધારે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.