તાજેતરમાં કોવિડના બોગસ રિપોર્ટ જમા કરાવી ઇન્શ્યોરન્સ ક્લેમ ફાઇલ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો
હવે બોગસ દસ્તાવેજોના આધારે ઘુંટણની સર્જરી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
વાઘોડિયા વિસ્તામાં આવેલી સંન્નીધી હોસ્પિટલના સંચાલકોએખોટા બીલો બનાવી મહિલાને રૂ. 2.58 લાખનો ક્લેઇમ પાસ કરાવવામાં મદદ કરી
ઇન્શ્યોરન્સની મુદત પતી ગયા બાદ ક્લેઇમ ફાઇલ કરાતા શંકા ગઇ હતી, અને તપાસ ખાનગી ઇન્વેસ્ટીગેશન કરતી કંપનીને સોંપાઇ
બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં હોસ્પિટલ અને લેબોરેટરીના પુર્વ કર્મચારીની મહત્વપુર્ણ ભુમિકા સામે આવી
WatchGujarat. શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી સંન્નીધી હોસ્પિટલના સંચાલકની મદદથી મહિલાએ ઘૂંટણની સર્જરીના ખોટા બીલો બનાવીને રૂ. 2.58 લાખનો ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કર્યો હતો. જો કે, કાગળીયા બનાવટી હોવાનું ખાનગી તપાસ એજન્સીએ પકડી પાડતા બોગસ દસ્તાવેજોના આધારે તરકટ રચનારા ડોક્ટર, લેબોરેટરીના કર્મચારી અને પતિ -પત્ની વિરુદ્ધ ઇન્સ્યોરન્સ કંપનીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. હોસ્પિટલ સંચાલકો દ્વારા અન્ય કેસોમાં બોગસ દસ્તાવેજોના આધારે ક્લેઇમ ફાઇલ કરવામાં મદદ કરી છે કે નહિ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ મેડિક્લેમ પકવવા બોગસ કાગળો તૈયાર કરીને કંપનીમાં જમા કરાવ્યા
અમદાવાદમાં રહેતા ડો. કેયુરભાઈ પટેલ રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં ઈન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી આપવાનું કામ કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી કંપનીમાંથી સેજલબેન ભાવેશભાઈ કુકડિયા(રહે, કાન્હા ગોલ્ડ રેસિડેન્સી, ડભોઇ રોડ, વડોદરા) હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવ્યો હતો. ત્યાર બાદ ટીપીએ કંપનીને તેઓનો મેડિક્લેમ પકવવા માટે સારવારને લગતા કાગળો તૈયાર કરીને કંપનીને સોંપ્યા હતા
ઇન્શ્યોરન્સની મુદત પતી ગયા બાદ ક્લેઇમ ફાઇલ કરતા શંકા ગઇ
સેજલબેને રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી 27 એપ્રિલ-2019ના રોજ પોલીસી લીધી હતી, જેની મુદત 26 એપ્રિલ-2020 સુધી હતી. પરંતુ સેજલબેને 16 જુલાઇ-2020ના રોજ ડોકયુમેન્ટ્સ ટીપીએ કંપનીને જમા કરાવી રૂ. 2.58 લાખ નો મેડિક્લેમ ફાઇલ કર્યો હતો. ઇશ્યોરન્સ કંપનીને શંકા જતા મામલે ખાનગી ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન સેજલબેને વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલી સંન્નીધી હોસ્પિટલના બીલ તથા લેબોરેટરીના રિપોર્ટ રજૂ કર્યાં હતા .
સંન્નીધી હોસ્પિટલના ડોક્ટર અનિમેષ સોલંકીએ તપાસ દરમિયાન ખોટી માહિતી આપી
તપાસ દરમિયાન હોસ્પિટલના ડોક્ટર અનિમેષ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા રેકોર્ડમાં ખાતરી કરતા સેજલબેને હોસ્પિટલમાં સારવાર લીધી નથી અને હોસ્પિટલના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો છે. ડો. અનિમેષે લખાણમાં આપ્યું હતું કે, સેજનબેને તેમના દવાખાનામાં કોઇ સારવાર લીધી નથી. જો કે, પાછળથી જાણવા મળ્યું હતું કે, ડોક્ટર અનિમેષ સોલંકીએ જ સેજલબેનની સારવાર કરી ન હોવા છતાં ખોટી રીતે તેમની હોસ્પિટલમાં એડમિશનની એન્ટ્રી કરીને સારવારની મેડિકલ હિસ્ટ્રી નોંધ કરી, સેજલબેનની સર્જરી કરી, તેને લગતી દવાઓ તેમજ સર્જીકલ સામગ્રીનો ઉપયોગ કર્યો હોય તેવા તમામ ડોક્યુમેન્ટ બનાવીને સેજલબેનનો વીમો પકવવા માટે મદદ કરી હતી.
લેબોરેટરી વર્ષ-2019માં બંધ થઈ ગયેલી બેલોરેટરીના રિપોર્ટ ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં મુકવામાં આવ્યા
સેજલબેને ઝવેરી પેથોલોજી લેબોરેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જે બાબતે પણ ઝવેરી પેથોલોજી લેબોરેટરીમાં તપાસ કરતા ડોક્ટર અંકિત ઝવેરીએ જણાવ્યું હતું કે, લેબોરેટરી વર્ષ-2019માં બંધ થઈ ગઈ છે અને અમે કોઈ લેટરપેડ પર લખાણ આપ્યું નથી, અમારા લેટરપેડનો દુરુપયોગ થયો છે. જેનું તેમણે લેખિતમાં લખાણ આપ્યું હતું. આ અંગે વધુ તપાસ કરવા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા તપાસ દરમિયાન મેડિક્લેમ ફાઇલમાં રજૂ થયેલો લેબોરેટરીનો રિપોર્ટ અગાઉ ઝવેરી લેબોરેટરીમાં તથા સંન્નધી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટરની તરીકે કામ કરી ચૂકેલા જાસ્મિન પટેલ નામના વ્યક્તિએ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
બોગસ રિપોર્ટ બનાવવામાં લેબોરેટરી અને હોસ્પિટલના પૂર્વ કર્મચારીની મહત્વપુર્ણ ભુમિકા સામે આવી
2019થી બંધ પડેલી લેબોરેટરીનો બોગસ રિપોર્ટ અગાઉ ઝવેરી લેબોરેટરીમાં તથા સંન્નધી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટરની તરીકે કામ કરી ચૂકેલા જાસ્મિન પટેલે બનાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેને પણ સકંજામાં લીધો છે. આ સમગ્ર પ્રકરણમાં ડોક્ટરની ભૂમિકા બહાર આવતા હવે અગાઉ આ પ્રમાણે અન્ય કોઈ કૃત્ય આચર્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે.