સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા અન્ય રાજ્યોમાં પ્રભુત્વ ધરાવતી પાર્ટીઓ સક્રિય બની
વડોદરામાં અમે 6 સીટો પર લડીશું - કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે
તમામ શહેરોમાં ભારતીય જનતા પાર્ટીના મેયર હોવા જોઇએ
WatchGujarat. કેન્દ્રિય મંત્રી અને રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A) ના પ્રમુખ રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવી રહી છે. તેમાં મોકો મળશે તો ભાજપા સાથે મળીને ચુંટણી લડીશું.
રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A) ના પ્રમુખ રામદાસ આઠવલે કેન્દ્ર સરકારમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી છે. તેઓ કેન્દ્રમાં એનડીએની સહયોગી પાર્ટી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તેવા સમયે કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે પાર્ટીના કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું.
મિડીયા સમક્ષ વાત કરતા કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A) પોતાના ઉમેદવાર ઉભા રાખશે. રાજ્યના તમામ પ્રમુખ શહેરોમાં પાર્ટી ઉમેદવારો ઉભા રાખશે. મોકો મળશે તો રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A) અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ચુંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે.જો તેમ નહિ થાય તો વડોદરામાં અમે 6 સીટો પર લડીશું. તે સિવાયની સીટો પર ભાજપ તરફે પ્રચાર કરવામાં આવશે. તમામ શહેરોમાં ભારતીય જનતા પાર્ટીના મેયર હોવા જોઇએ.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જાહેર થવાની તૈયારીઓ વચ્ચે All India Majlis-e-Ittehadul Muslimeen બાદ Republican Party of India (A) પાર્ટી સક્રિય થઇ હોવાનું દેખાઇ રહ્યું છે.