AIMIMએ ગોધરા નગરપાલિકામાં 8 ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી 7 ઉમેદવાર જીત્યા હતા.
નગરપાલિકામાં સત્તા મેળવવા 23 કોર્પોરેટરોની જરૂર હોય છે.
અપક્ષે AIMIM ના સમર્થનથી ગોધરા નગરપાલિકા હાંસીલ કરી
WatchGujarat. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમત સાથે મેદાન મારી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યાં છે. જે વાતનો કોંગ્રેસીઓએ સ્વીકાર લીધો છે. ત્યારે AAP અને AIMIMએ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવી ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ગોધરા નગરપાલિકા પર ભાજપે સત્તા ગુમાવતા AIMIMએ ગોધરા નગરપાલિકામાં સત્તા હાસીલ કરી છે. 44 સભ્યો ધરાવતી ગોધરા નગરપાલિકામાં AIMIMના 7 કોર્પોરેટર જીત મેળવી હતી. આમ અપક્ષના 17 કોર્પોરેટરે AIMIMના સમર્થનથી ગોધરા નગર પાલિકા પર સત્તા મેળવી છે. સંજય સોની પ્રમુખ અને અક્રમ પટેલ ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. અને બંને ઉમેદવારો અપક્ષ ઉમેદવારી કરી જીત્યા હતા.
અપક્ષ 17 કોર્પોરેટરમાં 5 હિન્દૂ કોર્પોરેટર પણ સામેલ છે. જેમણે ઓવૈસીની પાર્ટીનું સમર્થન કર્યુ છે. સાંસદ ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં રાજકારણની શરૂઆત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં AIMIMના 9 કોર્પોરેટરો જીત હાસીલ કરી હતી. જ્યારે ગોધરા તથા મોડાસા નગરપાલિકામાં AIMIMને કેટલીક હદે સારૂ સમર્થન મળ્યુ હતુ.
ગોધરા નગરપાલિકાના સભ્યોની સંખ્યા 44 છે તથા નગરપાલિકાની સત્તા મેળવવા માટે 23 કોર્પોરેટરની જરૂર હોય છે. ત્યારે AIMIMને અહીં 24 કોર્પોરેટરનું સમર્થન મળ્યુ છે. ગોધરામાં આ પહેલા ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી પરંતુ AIMIMના સમર્થનથી અપક્ષે ગોધરા નગરપાલિકામાં ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. મહત્વપૂર્ણ છે કે ઓવૈસીની AIMIMએ ગોધરા નગરપાલિકામાં 8 ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી 7 ઉમેદવાર જીત્યા હતા.