• વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ભેજાબાજ ચોરની ધરપકડ કરી
  • નશાની લત છોડવા માટે રિહેબીલેશન સેન્ટરમાં ગયો અને ગુનાખોરી કરવામાં ભેજુ દોડાવ્યું
  • બસ, ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને કેફી પીણામાં ઘેનની ગોળીઓ નાખી પીવડાવી બેભાન કરી નાખતો
  • PROZOLAM ટેબલેટનો ઉપયોગ કરી રાજસ્થાનના મુસાફરોને ટાર્ગેટ બનાવતા હતો

WatchGujarat. બસ, ટ્રેનમાં લાંબી મુસાફરી કરતા મુસાફરોને કેફી પીણુ પીડવાની કિંમત સામાન ચોરી કરનાર રાજસ્થાનના શખ્સની વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લાંબી મુસાફરી દરમિયાન લોકોને પોતાની વાતોમાં ભોળવી દઇ કેફી પીણુ પીવડાવી તેમના સામાનના ચોરી કરતો હતો. પોલીસે રાજસ્થાનના ચોરની ધરપકડ કરતા જ તેણે કુલ 11 ગુનાઓની કબુલાત કરી હતી.

છેલ્લા ઘણા સમયથી બસ, ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સામાનની ચોરી થતી હોવાની પોલીસે ચોપડે અસંખ્યા ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવા વડોદરા રેલવે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી પોલીસ રાજસ્થાનના પાલી ખાતે પહોંચી હતી. જ્યાં ગોવિંદરામ વિરમરામ સેરવી (ચૌધરી)ને પોલીસે ઝડપી પાડ્યો હતો.

રેલવે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા ગોવિંદરામે કુલ 11 ચોરીની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે તેની પ્રાથમિક પુછપરછ કરતા ગોવિંરામ નશો કરવાના રવાડે ચઢી ગયો હતો. નશાની લત છોડાવવા માટે તે રિહેબીલેશન સેન્ટરમાં ગયો હતો. જ્યાં તેને PROZOLAM નામની ટેબલેટ આપવામાં આવતી હતી. જે ટેલબેટ લેતા જ તે ઘેન ચઢી જતુ હતુ. આ વાત ગોવિદરામના મગજમાં ફીટ બેસી ગઇ હતી. કામ ધંધો વિના ફરતા ગોવિંદરામે આ ટેબલેટના સહેરા બસ, ટ્રેનમાં લાંબી મુસાફરી કરવાનુ શરૂ કર્યું હતુ.

મુસાફરી દરમિયાન ગોવિદંરામ ટાર્ગેટ કરેલા મુસાફરને પોતાની ભોળી વાતોમાં ભેળવી લેતો અને પોતાના ઘરે દિકરીનો જન્મ થયો છે કહીં ઘેનની ગોળી વાળુ કેફી પીણુ પીવડાવી દેતો હતો. ઘેનયુક્ત કેફી પદાર્થ પી બેભાન થઇ જતા ગોવિંદરામ મુસાફરોના કિંમતની ચોરી કરી ફરાર થઇ જતો હતો. પોલીસ ગોવિંદરામ પાસેથી જુદી જુદી રૂ. 66 હજારના 5 મોબાઇલ ફોન, રૂ. 6,55,537 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા એચડીએફસી અને યુકો બેન્કનુ એટીમ અને ચેક સહીત વિવિધ ચોરીનો સામાન મળી કુલ રૂ. 7,30,337 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud