શહેરના તબિબ પરિવારને ત્યાં કુરીયરમાં ઓટો એક્સપો મેગા ઓવોર્ડ - 2021 માં ઇનામ લાગ્યા હોવાના કાગળીયાઓ સાથે કુરીયર આવ્યું
લોટરીમાં આવેલી સ્ક્રેચ કુપન માં ઇનામમાં કાર લાગી હતી
કાગળ પર આપેલા નંબર પર વાત કરતા હિન્દીભાષામાં વાત કરતા શખ્શે પહેલા પૈસા ભરવા જણાવ્યું
કંપનીના હેડ ક્વાટર વિશે પુછતા ગોળ ગોળ જવાબ મળ્યો
હોટેલ્સ, ગુગલ ફોર્મસ, બોગસ રીતે સરકારી સ્કિમનો લાભ અપાવવા માટેની લિંક સહિતના ડેટા પોઇન્ટ્સનો ગઠીયાઓ દુરઉપયોગ કરે છે – સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર
WatchGujarat. અત્યાર સુધી ઓનલાઇન ઠગાઇના અનેક વિવિધ કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ હવે ગઠીયાઓ વધારે સ્માર્ટ બની રહ્યા હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના તબિબના ઘરે કુરીયર મારફતે લોટરી ટીકીટ મોકલવામાં આવી હતી. લોટરી ટીકીટમાં સ્ક્રેચ કાર્ડ મોકલવામાં આવ્યું હતું. જેમાં સ્ક્રેચ કરતા તેઓને લોટરીમાં ગાડી લાગી હતી. પછી ટીકીટ પર આપેલા નંબર પર ફોન કરતા શું થયું જાણો
સમગ્ર મામલે તબિબ પરિવારના અગ્રણીએ જણાવ્યું હતું કે, થોડાક દિવસ પહેલા અમારા ઘરે મારા પિતાજીના નામનું કુરીયર આવ્યું હતું. ચોક્કસ નામ, સરનામું અને પીન કોડ સાથે એક કુરિયર મેં રીસીવ કર્યું હતું. એટલે એમાં કોઇ જરૂરી કાગળીયા જ મોકલવામાં આવ્યા હશે તેમ માનીને સાવચેતી પુર્વક અમે કુરીયર ખોલ્યું હતું. જેમાં અમને લોટરીના કાગળીયા મોકલવામાં આવ્યા હતા.
ઉત્સુકતા એ હતી કે અમારી લોટરી લાગી કેમ
લોટરીના કાગળીયામાં એક આશ્ચર્ય જનક વાત હતી કે,તેમાં ઓટો એક્સપો મેગા ઓવોર્ડ - 2021 માં ઇનામ લાગ્યું હોવાથી શુભેચ્છા પત્ર પણ લખવામાં આવ્યો હતો. પરંતું અમારા પરિવારમાંથી કોઇએ ઓટો એક્સપો મેગા ઓવોર્ડમાં ભાગ લીધો જ ન હતો. જો કે કાગળીયા ખોલ્યા તો તેમાંથી એક સ્ક્રેચ કાર્ડ મળી આવ્યું હતું. અમે સ્ક્રેચ કરતા તેમાંથી એક કોડ મળી આવ્યો હતો. સ્ક્રેચ કરેલો કોડ અને નીચે કોષ્ટકમાં આપેલા કાર સાથેના કોડમાં સામ્યના હતી. એટલે મારા પરિવારને લોટરીના સ્ક્રેચ કાર્ડમાં કાર લાગી હતી. લોટરીમાં કાર લાગતા અમે લોકો ખુશ તો હતા. પરંતુ હવે ઉત્સુકતા એ હતી કે અમારી લોટરી લાગી કેમ.
લોટરી પ્રેસેસ કરાવવા માટે 6 ટકા રૂપિયા એડવાન્સ માંગ્યા
જો કે ત્યાર બાદ અમે, વધુ જાણકારી મેળવવા માટે લોટરી ટીકીટ પર આપેલા નંબર પર ફોન કર્યો હતો. ફોન પર સામેથી વાત કરતા વ્યક્તિએ હિંદીમાં વાત કરવાનું પસંદ કર્યું હતું. એક બે વખત અંગ્રેજીમાં કંઇક પુછવાનો પ્રયાસ કર્યો તો તેઓ હિંદીમાં જ જવાબ આપતા હતા. ફોન પર સવાલ કર્યો કે, તમારી કંપનીનું હેડ ક્વાટર ક્યાં છે. તો જવાબ મળ્યો કે, અમારી કંપનીનું હેડક્વાટર બેંગ્લોરમાં આવ્યું છે. ત્યાર બાદ કંપની અંગેના સવાલ પુછતા સામે વાળા વ્યક્તિએ જવાબ આપવાનું ટાળ્યું હતું. અમે અમારી લોટરી પ્રેસેસ કરાવવા માટે કારની કિંમતના 6 ટકા રૂપિયા એડવાન્સ માંગ્યા હતા. સામે વાળા વ્યક્તિએ કોઇ સંતોષકારક જવાબ નહિ આપતા આખરે તેણે ગોળ ગોળ જવાબ આપીને ફોન કાપી નાંખ્યો હતો. આખરે અમને અંદાજો આવી ગયો કે આ નવી રીતે અમારી સાથે ઠગાઇનો પ્રસાય કરવામાં આવ્યો છે.
જાહેરાતથી લલચાયા સિવાય યોગ્ય ખાતરી કરીને જ આગળ વધવું
તબિબ પરીવારના અગ્રણીએ અપીલ કરી હતી કે, ગઠીયાઓ હવે વધારે સ્માર્ટ બન્યા છે. કોઇ ક રીતે વ્યક્તિનું પુરૂ નામ અને સરનામું પીનકોડ સાથે મેળવી લે છે. અને લોટરી લાગવાના કાગળીયા મોકલીને ઠગાઇ કરવાનો પ્રયાસ કરે છે. લોટરી અથવા કોઇ પણ લોભામણી જાહેરાતથી લલચાયા સિવાય યોગ્ય ખાતરી કરીને જ આગળ વધવું જોઇએ.
[caption id="attachment_557947" align="aligncenter" width="1280"] Cyber Expert - Mayur Bhusavalkar[/caption]
લોકોના એડ્રેસ મેળવવા માટે વિવિધ ડેટા પોઇન્ટ્સનો દુરઉપયોગ કરવામાં આવે છે. – મયુર ભુસાવળકર
ગઠિયાઓ દ્વારા ઘરના એડ્રેસ પર લોટરી અથવા અન્ય લાલચ આપતા કુરીયર મોકલી ઠગાઇ કરવી જુની મોડસ ઓપરેન્ડી છે. હોટેલ્સ, ગુગલ ફોર્મસ, બોગસ રીતે સરકારી સ્કિમનો લાભ અપાવવા માટેની લિંક સહિતની જગ્યાએ વ્યક્તિ પોતાનું આખુ નામ અને સરનામું આપતો હોય છે. સામાન્ય રીતે આ ડેટા પોઇન્ટ્સ પરથી ડેટા મેળવવામાં સરળતા રહે છે. ગઠિયાઓ કોઇ ક રીતે ડેટા પોઇન્ટ્સ પરથી નામ અને એડ્રેસ મેળવીને ઠગાઇના પ્રયાસો કરતા હોય છે. પરંતુ હવે લોકોમાં ઠગાઇ અંગે જાગૃતિના કારણે પહેલાની સરખામણીએ ઓછા લોકો શિકાર બને છે. ગઠિયાઓ દ્વારા સસ્તાભાવે લોપટોપ અથવા મોંઘી ચીજવસ્તુઓ આપવા માટે લોકો પાસેથી તેમના નામ સરનામા ઉધરાવવામાં આવે છે. ખરાઇ કર્યા વગર કોઇ પણ જગ્યાએ પોતાની વિગતો શેર કરવી જોઇએ નહિ.