હીના ઉર્ફે મહેંદીના હત્યારા સચીનની ગતરોજ વડોદરા પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી કસ્ટડી મેળવી આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કર્યો હતો.
પોલીસે રિમાન્ડ અરજીમાં મહત્વના 14 મુદ્દાઓ દર્શાવતા કોર્ટે આગામી 21 ઓકટોબર સુધીના સચીનના રિમાન્ડ મંજુર કર્યા
ગાંધીનગર જવા બાબતે ઝઘડો થતાં મહેંદીએ સચીનને લાફો અને નખ માર્યા બાદમાં તેણીએ ચીસો પાડતા ગળુ દબાવી હત્યા કરી નાખી
મહેંદીની લાશ રસોડાના વોશ-બેસીન નિચેથી મળી આવી હતી.
મહેંદીની હત્યા કરાયાના એક દિવસ અગાઉ સચીન તેને લઇ ઘરના સામાનની ખરીદી કરવા ગયો હતો.
WatchGujarat. ચકચારી મહેંદી હત્યા કેસમાં વડોદરા પોલીસે ગત રોજ ટ્રાન્સફર વોરન્ટથી સચીનની કસ્ટડી મેળવી વડોદરા લાવવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ પોલીસે તેને સાથે રાખી સમગ્ર ઘટનાનુ રિકન્સટ્રકશન કરી તેને કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં કોર્ટેને તેના આગામી 21 ઓકટોબર સુધીના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વિવિધ મુદ્દાઓની તપાસ હાથ ધરી છે.
મહેંદીની હત્યા કરનાર તેનો પ્રેમી સચીન દીક્ષીત મુળ ઉત્તરપ્રદેશના હમીરપુરાનો રહેવાસી છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી તેને ગાંધીનગર સેકટર-26માં માતા-પિતા સાથે રહેતો હતો. સચીનના લગ્ન થયા બાદ તેની પત્ની પણ સાસુ-સાસુ સસરા સાથે રહેવા લાગી હતી. થોડા સમય બાદ સચીન અને હીના ઉર્ફે મહેંદીની મુલાકાત થઇ બન્ને વચ્ચે મિત્રતા કેળવાય અને તેઓ પ્રેમમાં પડ્યા હતા. સચીન પરણીત હતો એટલે તે મહેંદીને તેની સાથે રાખી શકી તે શક્ય ન હતુ. પરંતુ તે મહેંદીને છોડવા પણ માગતો ન હતો.
સચીન દીક્ષીત અને હીના ઉર્ફે મહેંદીના પ્રેમસંબંધ બંધાતા બન્ને અમદાવાદ સ્થિત બોપાલ વિસ્તારમાં રહેતા હતા. જ્યાં સચીને પોતાના નામે ફ્લેટ ભાડે રાખ્યો હતો અને મહેંદીને તેજ ફ્લેટમાં રાખતો હતો. વર્ષ 2019માં મહેંદી જાણી ગઇ હતી કે, સચીન દીક્ષીત પરણીત છે. જેથી તેણીએ ત વર્ષ 2019 ફેબ્રુઆરી મહિનામાં આ મામલે શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતુ કે, સચી દીક્ષીત પરણીત છે જે બાબત તે છુપાવી રાખી અને તેની સાથે પ્રેમસંબંધ રાખ્યા હતા.
ત્યારબાદ વર્ષ 2021 જૂન મહિનામાં સચીન વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેવા લાગ્યો હતો. થોડો સમય ફતેંગજ વિસ્તારમાં રહ્યાં બાદ તેણે ખોડીયારનગર સ્થિત દર્શનલ ઓએસીસના જી બ્લોકમાં 102 નંબરનો ફ્લેટ ભાડે રાખ્યો હતો. જ્યાં સચીન તેની પ્રેમી મહેંદી અને પુત્ર સાથે રહેવા લાગ્યો હતો. સચીન પરણીત હતો મહેંદી પણ જાણી ગઇ હતી. પરંતુ સચીને જેની સાથે ફેરા ફર્યા હતા તે આ બાબતથી અજાણ હતી કે સચીન વડોદરામાં તેની પ્રેમી સાથે રહેં છે અને તેને એક સંતાન પણ છે.
સચીનને લાગતુ કે જીવન આસાનીથી નિકળી જશે, પણ એવુ થયું નહી અને એ કાળો દિવસ એટલે કે, 8 ઓકટોબરના રોજ સચીન અને મહેંદી વચ્ચે ગાંધીનગર જવા બાબતે ખુબ ઝઘડો થયો હતો. મહેંદી ન્હોતી ઇચ્છતી કે સચીન તેને મુકીને ગાંધીનગર જાય, આ બાબતે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મહેંદીએ સચીનને લાફો ચોળી દીધો અને બાદમાં નખ પણ માર્યા હતા. આ સાથે જ સચીન ઉશ્કેરાયો અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ચીસો પાડી રહેલી મહેંદીનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી નાખી. બાદમાં પોતાની જ સેન્ટ્રો કારમાં બાળકને લઇ ગાંધીનગર પહોંચી તરછોડી દીધુ હતુ.
હવે સચીન સામે બે જુદા જુદા શહેરો ગાંધીનગર અને વડોદરામાં ગુના નોંધાયા છે. જેથી ગાંધીનગરથી વડોદરા પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી તેનો કબજો મેળવી આજે કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે આગામી 21 ઓકટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
Gujarat Mahendi Murder Case Accused Sachin Dixit on Police Remand
- હીના ઉર્ફે મહેંદીના હત્યારા સચીનની ગતરોજ વડોદરા પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી કસ્ટડી મેળવી આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કર્યો હતો.
- પોલીસે રિમાન્ડ અરજીમાં મહત્વના 14 મુદ્દાઓ દર્શાવતા કોર્ટે આગામી 21 ઓકટોબર સુધીના સચીનના રિમાન્ડ મંજુર કર્યા
- ગાંધીનગર જવા બાબતે ઝઘડો થતાં મહેંદીએ સચીનને લાફો અને નખ માર્યા બાદમાં તેણીએ ચીસો પાડતા ગળુ દબાવી હત્યા કરી નાખી
- મહેંદીની લાશ રસોડાના વોશ-બેસીન નિચેથી મળી આવી હતી.
- મહેંદીની હત્યા કરાયાના એક દિવસ અગાઉ સચીન તેને લઇ ઘરના સામાનની ખરીદી કરવા ગયો હતો.