• પત્ની અને યુવતિ બંને સાથે સંબંધમાં રહી પરિણીત પુરૂષ ચાલાકી પુર્વક જીવતો
  • યુવતિ સાથે લગ્ન કરીશ તેવી લાલચ આપી જાતીય સંબંધ બાંધ્યા હતા
  • આખરે પત્નીએ ઓવરટાઇમ ડ્યુટીના પૈસાની તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો 
  • અભયમની ટીમે મધ્યસ્થિ કરીને મામલો થાળો પાડ્યો 

WatchGujarat. યુવકે પત્ની અને પ્રેમિકાએ અંધારામાં રાખી બંને સાથે પ્રણય લગ્નેત્તર સંબંધ ચાલુ રાખ્યા બાદ યુવકની પત્નીને પતિના લફરાની જાણ થઇ જતાં પત્ની પતિની પ્રેમિકા પાસે પહોંચી હતી .ત્યાર બાદ પ્રેમિકાને તેનો પ્રેમી પરિણીત હોવાની હકિકત સામે આવતા પ્રેમિકા પણ ઉશ્કેરાઇ હતી. સમગ્ર મામલે જાણ થયા બાદ પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઉગ્ર ઝઘડો થયા બાદ અભયમને જાણ કરાઇ હતી. ત્રણેયને સમજાવ્યા બાદ યુવકે પણ પોતાની ભૂલ સ્વીકારી હતી.

પશ્ચિમ વિસ્તારમાં આવેલા જાણીતા મોલમાં નોકરી કરતી યુવતી રૂમ ભાડે રાખી રહેતી હતી. યુવતિનો અન્ય મોલમાં નોકરી કરતાં યુવક સાથે પરિચય થયા બાદ બંને મિત્રતાથી સાથે રહેતા હતા. યુવક પોતે પરિણીત અને એક સંતાનનો પિતા હોવા છતાં પ્રેમિકાથી તેણે આ વાત યુવતિથી છુપાવીને સંબંધ ચાલુ રાખ્યો હતો. અને પોતે તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી પ્રેમીકા સાથે જાતિય સંબંધ પણ રાખતો હતો. બંનેની નોકરી શિફ્ટ મુજબ જોવાથી યુવક તેની પત્ની અને પ્રેમિકા સાથે ચાલાકીથી સબંધ રાખતો હતો અને બંનેને કોઇ જ જાણ સુધ્ધાં થઇ ન હતી.

યુવક મારે આજે ઓવરટાઇમ છે તેમ જણાવી ઘર છોડીને ગયા બાદ તેની પ્રેમિકાની સાથે રહેતો હતો. જો કે આ સીલસીલો લાંબા સમય સુધી ચાલ્યો ન હતો. આખરે પત્નીને શંકા જતાં તેણે તપાસ કરતાં પતિના પ્રેમ સંબંધની જાણ થઇ હતી. જાણ થતા મગજ ગુમાવવાની જગ્યાએ તેેણે  પતિની પ્રેમિકાને મળી હકિકત જણાવી હતી. વાતની જાણ થતા જ પ્રેમીકાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

તેણે હવે આ યુવક સાથે સબંધ નહીં રાખે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ તેણે યુવકને આ મામલાની જાણ કરતાં યુવક ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને ફોન લઇને ભાગી ગયો હતો. જેથી યુવતીએ અભયમને ફોન કરતાં ટીમે યુવકને પકડી પોલીસને હવાલે કરવાની તજવીજ કરતા તેણે માફી માંગી હતી લેખિત માફી પત્ર લખી આપ્યું હતું.

ઓવરટાઇમ ડ્યુટીના વધારાના પૈસા ન આવતા તપાસ કરતા સંબંધનો ભાંડો ફૂટ્યો

પતિ રોજ ઓવરટાઇમ કરતો હોવાનું બહાનું કાઢતાં પત્નીને શંકા ગઇ હતી કે પતિના પગારમાં તો ઓવરટાઇમ કરવા છતાં કોઇ વધારો દેખાતો નથી. જેથી તેણે નોકરીના સ્થળે તપાસ કરતા પતિના લગ્નેત્તર સંબંધની જાણ થઇ હતી. જેથી પોતાના લગ્ન જીવનને બચાવવા તે પોતાના પતિની પ્રેમિકાને મળી હતી અને ત્યાર બાદ બંનેએ યુવકને સબક શિખવાડવાનું નક્કી કર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud