• શહેરમાં પાળતુ પશું સાથે માનવીના દુર્વ્યવહારની વધુ એક ઘટના સામે આવી
  • ફ્લેટના કમ્પાઉન્ડમાં કુતરાને પુરી રાખીને હાથમાં બે લાકડી રાખી માર મારવાની ઘટનાને પગલે પ્રાણીપ્રેમીઓમાં રોષ
  • વોલંટીયરે કુતરાને મારતા શખ્સને પુછતા તેણે જણાવ્યું કે,  તમારાથી જે થાય લિગલ કાર્યવાહી કરો, હું કુતરાના કરડવાની રાહ ના જોઉં

WatchGujarat. શહેરમાં પાલતું પ્રાણીઓ સાથે શહેરવાસીઓ દ્વારા કરવામાં આવતા દુર્વ્યવહારની અનેક ઘટનાઓ આપણી સામે આવી ચુકી છે. શહેરના સમા વિસ્તારમાં એક આધેડે કમ્પાઉન્ડનો ગેટ બંધ કરીને બે હાથોમાં લાકડી રાખી કુતરાને માર મારવાની ઘટના સામે આવતા પ્રાણીપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. આખરે જીવદયા માટે કામ કરતી સંસ્થા દ્વારા આધેડ વિરૂદ્ધ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પૃથ્વી પર માનવો અને પશુ – પક્ષીઓને રહેવા માટે સમાન હક કુદરતે આપ્યો છે. પરંતુ કેટલીક વખત માનવીઓ બેરહેમી અને ક્રુરતાની હદ વટાવીને પશુઓ પર અત્યાચાર ગુજારતો હોય તેવી ગંભીર ઘટનાઓ સામે આવતી હોય છે. શહેરમાં પાળતું કુતરા સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યાની વધુ એક ઘટના સામે આવી હતી. અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પીપલ્સ ફોર એનીમલ સંસ્થાના વોલંટીયર શ્રેયા શુક્લાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, સંસ્થાના વોટ્સએપ ગૃપમાં કુતરાને માર મારવામાં આવતો હોવાની ઘટના સામે આવી હતી. મામલે તપાસ કરતા સમા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ ફ્લેટમાં રહેતા પ્રશાંતભાઇ અરવિંદભાઇ દુર્ગવાડકરે કમ્પાઉન્ડનો ગેટ બંધ કરીને કુતરાને દોડાવીને દોડાવીને લાકડી લઇને માર મારતા નજરે પડ્યા હતા. વોલંટીયરે ઘટનાની તપાસ કરીને પ્રશાંત સુધી પહોંચ્યા હતા. તેની સાથે વાત કરતા તેણે ઉદ્ધત જવાબ આપ્યો કે, તમારાથી જે થાય લિગલ કાર્યવાહી કરો, હું કુતરાના કરડવાની રાહ ના જોઉં.

આખરે સંસ્થાના વોલંટીયરે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પોલીસે પ્રશાંક દુર્ગવાડકર સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અત્રે ઉલ્લેખનીય છે કે, પાળતુ પશુઓ જોડે દુર્વ્યવહારની ઘટના અવાર – નવાર સામે આવતી હોય છે. આપણે આ બધી ઘટનાઓથી જલ્દીથી બોધપાઠ લઇને ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. જો તેમ નહિ થાય તો પશુઓ અને માનવીઓ વચ્ચે આ પ્રકારની દુર્ભાગ્યપુર્ણ ઘટનાઓ સામે આવતી રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud