• કારેલીબાગ ભુતડીઝાંપા રામદેવપીનરી ચાલીમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ
  • પતિ સાથે અનબનાવ થતાં પરિણીતા પીયરમાં ચાલી આવી હતી.
  • મોડી રાત્રે સબંધીને વિદાય આપી ઘરે પરત ફરતી પરિણીતાએ બે સંતાનોના પિતાએ મળવા માટે રોકી
  • પરિણીતાના માતા-પિતાએ અરૂણને ઠપકો આપતા ઉશ્કેરાયો હતો.
  • કારેલીબાગ પોલીસે અરૂણ ઉર્ફે વરૂણને ઘટના સ્થળેથી જ ઝડપી પાડ્યો

WatchGujarat. વડોદરા શહેરના ભુતડીઝાપા રામદેવપીરની ચાલીમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. દીકરીને મળવા માટે બોલાવનાર ચાલીના યુવાનને માતા-પિતાએ તેના ઘરે જઇ ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાયેલો યુવાન યુવતીના ઘરે ધસી જઇ યુવતીના પિતાને ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવના પગલે પોલીસે આરોપીની સ્થળ પરથી જ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકીથી કારેલીબાગ પોલીસ સ્ટેશનને જોડતા માર્ગ ઉપર હાથીખાના અનાજ બજારના દરવાજા પાસે આવેલી રામદેવપીરની ચાલીમાં શેરી નંબર 2માં રહેતા 50 વર્ષી દેવજીભાઈ ભલાભાઇ સોલંકી છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં 6 દીકરી અને એક દીકરો છે. બુધવારે રાત્રે તેમની 21 વર્ષીય દીકરી અંજલી જે પરિણીત હોય સાસરીયમાંથી પીયરે આવેલી અને મોટી મમ્મીને વિદાય આપવા બહાર નીકળી હતી. જે બાદ પરિણીતા ઘરે પરત ફરી રહી હતી.

દરમિયાન ચાલીમાં જ રહેતા અને છૂટક બુટ ચપ્પલનો વ્યવસાય કરતાં તથા બે બાળકોના પિતા અરુણ ઉર્ફ વરૂણ પટેલ નામના 26 વર્ષીય યુવાને અંજલીને રોકી મળવા માટે જણાવ્યું હતું. પરંતુ અંજલીએ હું તને શા માટે મળું. તેવો જવાબ આપી ઘરે આવી ગઇ હતી. અને આ અંગેની જાણ તેણીએ માતા પિતાને કરી હતી.

અરૂણ ઉર્ફ વરૂણ મહેન્દ્રભાઇ પટેલ

પરિણીતાના માતા પિતા આ બાબતને લઇ અરૂણના ઘરે જઇ ઠપકો આપી ઘરે પરત ફર્યા હતા. થોડા સમયમાં જ અરૂણ આક્રોશ સાથે ચાકૂ લઇ પરિણીતા અંજલીના ઘરે ધસી આવ્યો હતો. અંજલીના પિતા દેવજીભાઈ સોલંકી ના પેટમાં ચાકૂના ઘા મારી ફરાર થઇ ગયો હતો. ચાકૂના ઘા એટલા ઉંડા હતા કે, સારવાર માટે દેવજીભાઇ સોલંકીને લઇ જતા તેમના આંતરડા સુદ્ધાં બહાર આવી ગયા હતા.

આ બનાવ બનતા ચાલીના લોકો ભેગા થઇ ગયા હતા. બીજી બાજુ જીવલેણ હુમલામાં ગંભીર ઇજા પામેલા પિતાને દીકરી અંજલી અને સ્થાનિક લોકો સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જ્યાં તબિબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

મોડી રાત્રે રામદેવપીર ચાલીમાં ખેલાયેલા ખૂની ખેલની જાણ કારેલીબાગ પોલીસને થતાં તુરંતજ પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. અને હત્યારા અરૂણ ઉર્ફ વરૂણ મહેન્દ્રભાઇ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud