• પરિણીત ચેતન પટેલ તેના જ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે ભાગી ગયો
  • શર્મિષ્ઠાબેન પોતાના અઢી વર્ષના પુત્રને લઈ પોતાના સાસરીમાંથી નીકળી ગયા હતા
  • માતા પુત્રનો દેહ રેલવે ટ્રેન નજીકથી મળી આવતા લોકટોળા ઉમટ્યા
  • મૃતદેહ નજીકથી મળી આવેલી ચીઠ્ઠીમાં ચોંકાવનારી વિગતો સામે આવી

 

WatchGujarat. દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રેલ્વે ટ્રેકની બાજુમાંથી એક મહિલા સહિત બાળકની લાશ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.  મૃતક મહિલાની નજીકમાં એક ચિઠ્ઠી પણ મળી આવી હતી, જેમાં પોતાનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે ભાગી જતાં પોતે પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી હોવાનું ઉલ્લેખ ચિઠ્ઠીમાં કરવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી તપાસમાં જોતરાઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, લીમખેડા તાલુકાના વડેલા ગામની પરણિતા શર્મિષ્ઠાબેન ચેતનભાઈ પટેલના પતિ ચેતનભાઈ પટેલ દ્વારા તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે ભાગી ગયો હતો. જેના  કારણે  બે દિવસ પહેલા શર્મિષ્ઠાબેન  પોતાના અઢી વર્ષના પુત્ર મીતને લઈ પોતાના સાસરીના ઘરેથી નીકળી હતી. આ બંન્ને માતા – પુત્રની લાશ દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે આવેલ રેલ્વે ટ્રેકની બાજુમાંથી આશરે સાંજના સમયે મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પરણિતા અને થોડે દુર એક બાળકની લાશ જોવાતાની સાથે જ આસપાસના લોકો સહિત ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ઘટના સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતાં તાબડતોડ પોલીસ દોડી જઈ સ્થિતીને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

લોહીલુહાણ હાલતમાં મહિલા અને બાળકની લાશ સ્થળ પર પડી હતી. પોલીસે તાત્કાલીક નજીકના દવાખાનાનો સંપર્ક કરી એમ્બ્યુલસ મારફતે બંન્નેના મૃતદેહોને પીએમ અર્થ ખસેડવાની તજવીજ પણ હાથ ધરી હતી. બીજી તરફ ચોંકાવનારી માહિતી એવી મળી રહી છે કે, મૃતક મહિલાના નજીકમાંથી એક ચિઠ્ઠી મળી છે જેમાં લખ્યું છે કે,  ‘હું પોતે ધર્મિષ્ઠાબેન અને આ મારા ખોળામાં છે એ મારો છોકરો મિત છે જે કોઈ આ કારણ છે એ હું દર્શાવું છે કે, મારો ઘરવાળો છોકરીને લઈને ભાગી ગયો છે તો આ બંન્નેને ગમે તે રીતે મેળવીને ફાંસીએ ચડાવજો. આ મારી તમને નમ્ર વિનંતી. આ કારણે હું અને મારો છોકરાને લઈને આત્મહત્યા કરૂં છું’  આમ, આ ચિઠ્ઠીમાં લખાણને પગલે પણ ચકચાર મચી જવા પામ્યો છે.

જાણવા મળ્યાં અનુસાર, મરણ જનાર મહિલા લીમખેડાના વડેલા ગામની પરણિતા છે. પોતાના પતિએ ગામની કોઈ છોકરીને રાખી હોવાને કારણે આ પરણિતાએ પોતાના વ્હાલસોયા પુત્ર સાથે આ પગલું ઉઠાવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસે તપાસનો સિલસિલો આરંભ કરી દીધો છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર, આ મૃતક પરણિતાનું પિયર સીંગવડ તાલુકાના છાપરવડ ગામે આવેલ છે અને તેના પિતા ભાવસિંગભાઈ ગુલાબભાઈ બારીયા દ્વારા લીમખેડા ખાતે રહેતા ચેતનભાઈ બળવંતભાઈ પટેલ સાથે આજથી છ થી સાત વર્ષ અગાઉ લગ્ન કરાવ્યાં હતાં. શર્મિષ્ઠાબેનને પ્રથમ એક પાંચ  વર્ષની પુત્રી છે અને બીજુ સંતાન આ અઢી વર્ષનો મીત હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud