ભાજપ દ્વારા હંમેશા મહત્વના હોદ્દા માટે ચોંકાવનારા નિર્ણય લેવામાં માને છે
વડોદરામાં રાજ્યના સૌથી યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને યુવા મહિલા કાઉન્સિલર ભૂમિકા રાણા ચૂંટણી જીત્યા
તાજેતરમાં તિરુવનંતપુરમમાં 21 વર્ષીય આર્યા રાજેન્દ્રન દેશની સૌથી યુવા મેયર બન્યા હતા
WatchGujarat. પાલિકાની ચૂંટણીમાં વિરોધ પક્ષ હાંસીયામાં ધકેલાઇ ગયું છે ત્યારે નવા બોર્ડમાં મેયર પદ માટે પાંચથી વધુ ભાજપના કોર્પોરેટરો હરીફાઇમાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. અને તેના માટે ગાંધીનગર અને દિલ્હી સુધી આંટાફેરા મારવાનું પણ આયોજન કરી લીધુ છે.
જનરલ કેટેગરીના મેયર પદ માટે પંચમહાલ જિલ્લાના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ કેયુર રોકડિયા, સુરતથી વાયા ગાંધીનગર થઇ ટિકિટ મેળવનાર શૈલેષ પાટીલ, સ્થાઇ સમિતિના પૂર્વ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ, કેતન પટેલ સહિતના દાવેદારો માનવામાં આવી રહ્યાં છે. જો કે, ભાજપ દ્વારા હંમેશા મહત્વના હોદ્દા માટે ચોંકાવનારા નિર્ણય લેવામાં માને છે એટલે કોઇ નવુ નામ પણ જાહેર થઇ શકે છે.
જો કે, ભારતીય જનતા પાર્ટીના નિર્ણયોમાં ઘણી વખત સરપ્રાઈઝ આપે છે. વડોદરામાં રાજ્યના સૌથી યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને યુવા મહિલા કાઉન્સિલર ભૂમિકા રાણા ચૂંટણી જીત્યા છે. તાજેતરમાં તિરુવનંતપુરમમાં 21 વર્ષીય આર્યા રાજેન્દ્રન દેશની સૌથી યુવા મેયર બન્યા હતા. વડોદરામાં પણ સરપ્રાઈઝ સાથે યુવા ઉમેદવારને મેયર પદ મળી શકે છે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.