• ચાલુ વર્ષે મેયર પદ આદીવાસી ઉમેદવાર માટે આરક્ષિત રાખવામાં આવ્યા હોવાના જુના નોટીફીકેશન કારણે દાવેદારોમાં ધમાસાણ મચ્યું હતું
  • ગાંધીનગર સચિવાલય દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ નોટીફીકેશન ઇશ્યુ કરવામાં આવ્યું
  • નવા નોટીફીકેશનમાં મેયરની ટર્મ માટે બે કેટેગરીની જાહેરાત કરાઇ
  • અગાઉ મેયર પદ માટે મહેનત કરી ચુકેલા ઉમેદવારો થયા નિરાશ

WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મેયર માટેની એક ટર્મ રીઝર્વ હોવાને કારણે આદીવાસી ઉમેદવારો દ્વારા પદ મેળવવા માટે ભારે મહેનત શરૂ કરવામાં આવી છે. જો કે ચુંટણી પહેલા જ 10 ફેબ્રુઆરીના રોજ સાંજે ગાંધીનગર સચિવાલ. દ્વારા નોટીફીકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં મેયર પદ માટેન પાંચ વર્ષના સમયગાળા માટેની પહેલી ટર્મ જનરલ કેટેગરી અને બીજી ટર્મ મહિલા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ ચુંટાયેલી પાંખ દ્વારા મેયરની નિમણુંક કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે મેયર પદ આદીવાસી ઉમેદવાર માટે આરક્ષિત રાખવામાં આવ્યા હોવાના જુના નોટીફીકેશનને કારણે અનેક ઉમેદવારોએ પદની દાવેદારી કરવા માટે ચુંટણી પહેલા મહેનત ચાલુ રહી દીધી હતી. જો કે, પદ મેળવવા માટે કરેલી મહેનતનો ચુંટણી પહેલા જ બેકાર થઇ ગઇ હતી. ગાંધીનગર સચિવાલય દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ નોટીફીકેશન ઇશ્યુ કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના મેયર તરીકેના પદભાર માટેની બે ટર્મ માટેના ઉમેદવરોની લાયકાત અંગે જણાવવામાં આવ્યું છે. નોટીફીકેશનમાં પાંચ વર્ષના સમયગાળામાં અઢી વર્ષની પહેલી ટર્મ માટે જનરલ કેટેગરી અને અઢી વર્ષની બીજી ટર્મ માટે મહિલા દાવેદાર હોવાનું જણાવવામાં આવ્યું હતું.

નોટીફીકેશને પગલે અગાઉથી મહેનત કરી રહેલા દાવેદારોએ નિરાશ થવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નોટીફીકેશન અગાઉ મેયર પદની એક ટર્મ આદીવાસી કેટેગરીમાંથી ઉમેદવાર દાવેદારી કરે તેમ હતું. શહેરમાં વોર્ડ નં – 15, અને 9 માંથી આદિવાસી કેટેગરીના ઉમેદવાર માટે રીઝર્વ રાખામાં આવી છે. અને તે પ્રમાણેની યોગ્યતા ધરાવતો ઉમેદવાર અહિંયાથી ચુંટણી લડતો હોય છે. તેવા સંજોગોમાં જે વ્યક્તિ વોર્ડ નંબર – 15 અથવા 9 માંથી જીતે તે સીધો જ મેયર પદનો પ્રબળ દાવેદાર બનતો હોય છે.  જેથી બે વોર્ડમાંથી ચુંટણી લડવા અને મેયર પદની પ્રબળ દાવેદારી નોંધાવવા માટે ઇચ્છુક દાવેદારોએ ભારે ધમપછાડા કર્યા હતા. ઉપરોક્ત વિષય પર લોકમુખે ચર્ચા ચાલી હતી. જો કે, રાજ્ય સરકારના નવા નોટીફીકેશનને કારણે હવે પદ માટે કરેલી મથામણ માથે પડી હતી.

વડોદરામાં પહેલી ટર્મ માટે પુરૂષ કે મહિલા ઉમેદવાર, કોણ બિરાજશે ?

વડોદરામાં મેયર પદ માટે બે ટર્મ પ્રમાણે પ્રથમ જનરલ કેટેગરી અને બીજી મહિલા માટેની નિયુક્તિની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ પ્રથમ ટર્મ માટે મહિલા અથવા પુરૂષ ઉમેદવારની ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી. જેને કારણે પહેલી ટર્મમાં પુરૂષ કે મહિલા ઉમેદવાર કોણ બિરાજશે તેવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં સ્થાન લીધું છે.

વડોદરાની સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના મેયર ની ટર્મ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

(નોંધ – જુના નોટીફીકેશન પ્રમાણે મેયરની ટર્મ આદીવાસી ઉમેદવાર માટે રીઝર્વ હતી તે અંગે કોઇ ચોક્કસ નોટીફીકેશન પ્રાપ્ત થઇ શક્યું નથી.)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud