• વોર્ડ 15 માંથી ચૂંટણી જીતનાર ને સીધું જ મેયર પદ ભેેટમાં મળવાનું હોવાથી તેના માટે કેટલાકે તો અંદરખાને ઓફરો પણ આપી હતી
  • ભાજપ પાસે આ કેટેગરી માટે કોઈ ચહેરો ન હોવાથી રોટેશન બદલવાની કવાયત કરાવી હતી અને જેમાં આખરે સફળ થયા
  • ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડતા ઉમંગ બ્રહ્મભટ્ટ, ચિરાગ બારોટ, ડો.શીતલ મિસ્ત્રી જીતે તો પણ મેયર બની શકશે નહીં
  • મેયરપદ જનરલ કેટેગરી માટે અનામત કરતા ભાજપમાંથી જનરલ કેટેગરી માંથી ચૂંટણી લડતા 19 વૉર્ડના 31 ઉમેદવારો ગેલમાં

WatchGujarat. પાલિકાની ચૂંટણીના 11 દિવસ પહેલા શહેર વિભાગ દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં મેયર પદ સામાન્ય કેટેગરી માટે અનામત જાહેર કરવામાં આવતા તેના પરથી ઉમેદવારી કરનારા ભાજપના 31 ઉમેદવારો ગેલમાં આવી ગયા હતા. પણ હવે એસટી કેટેગરીમાંથી મેયર બનવાની મહેચ્છા પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે. 8 વર્ષ બાદ મેયરપદ સામાન્ય કેટેગરી માટેનું છે. છેલ્લે 2013માં BJP ના ભરત શાહ જનરલ કેટેગરીમાં મેયર બન્યા હતા.

પાલિકાની 76 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ મેયર પદ એસટી કેટેગરી માટે અનામત છે એવી વાત વહેતી થઈ હતી અને તેનું રોટેશન ક્યારે જાહેર થાય તેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. જેના કારણે વૉર્ડ ન.15માં એસટી કેટેગરી માટે અનામત 1 પુરુષ બેઠક માટે 27 દાવેદારો આવ્યા હતા. આ વોર્ડમાંથી ચૂંટણી જીતનાર ને સીધું જ મેયર પદ ભેેટમાં મળવાનું હોવાથી તેના માટે કેટલાકે તો અંદરખાને ઓફરો પણ આપી હતી. જોકે ભાજપ પાસે આ કેટેગરી માટે કોઈ ચહેરો ન હોવાથી રોટેશન બદલવાની કવાયત કરાવી હતી અને જેમાં આખરે સફળ થયા હતા.

નવા નિયમ પ્રમાણે કોણ કોણ મેયર પદના દાવેવાર હોઈ શકે

પાલિકામાં આગામી અઢી વર્ષ માટે મેયરપદ જનરલ કેટેગરી માટે અનામત કરતા ભાજપમાંથી જનરલ કેટેગરી માંથી ચૂંટણી લડતા 19 વૉર્ડના 31 ઉમેદવારો ગેલમાં આવી ગયા છે.

વોર્ડ – 1 : સતીશ પટેલ, મણિલાલ વાછાણી
વૉર્ડ – 2 : ભાણજી પટેલ, મહાવીર રાજપુરોહિત
વૉર્ડ – 3 : પરાક્રમસિંહ જાડેજા અને ડૉ રાજેશ શાહ
વોર્ડ – 4 : અજિત દધિચ
વોર્ડ – 5 : નૈતિક શાહ, હિતેન્દ્ર પટેલ
વોર્ડ – 6 : હીરો પંજવાની
વોર્ડ – 7 : મનોજ પટેલ અને બંદિશ શાહ
વોર્ડ – 8 : કેયુર રોકડિયા, રાજેશ પ્રજાપતિ
વોર્ડ – 9 : શ્રી રંગ આયરે
વોર્ડ – 10 : નીતીન ડોંગા
વોર્ડ – 11 : નરવિરસિંહ ચુડાસમા
વોર્ડ – 12 : સ્મિત પટેલ, મનીષ પગાર
વોર્ડ – 13 : ધર્મેશ પટણી, નીશીકાંત ચૌહાણ
વોર્ડ – 14 : હરેશ જિંગર, સચિન સોની
વૉર્ડ – 15 : આશિષ જોશી
વૉર્ડ – 16 : નરેશ રબારી
વોર્ડ – 17 : નિલેશ રાઠોડ, શૈલેશ પાટીલ
વોર્ડ – 18 : કલ્પેશ પટેલ, કેતન પટેલ
વોર્ડ – 19 ” ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીમ્બાચીયા નો સમાવેશ થાય છે.

જોકે, આ તમામ ચૂંટણી જીતે તો મેયરપદ માટે દાવો કરી શકે છે.

મોવડી મંડળમાંથી સ્કાયલેબની પણ શકયતા

પાલિકાની ચૂંટણીમાં જનરલ કેટેગરી પરથી ચૂંટણી લડતા ભાજપના કેટલાક ઉમેદવારો મૂળ ઓબીસી જાતિનાં છે.જેમાં રાજેશ દલસુખ પ્રજાપતિ, ધર્મેશ પટણી, નરેશ રબારી, અલ્પેશ લીંબચિયા છે. જયારે ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડતા ઉમંગ બ્રહ્મભટ્ટ, ચિરાગ બારોટ, ડો.શીતલ મિસ્ત્રી જીતે તો પણ મેયર બની શકશે નહીં. જોકે, ઉમેદવારોની પસંદગી જેવું જ ભાજપનું મોવડીમંડળ મેયરપદ માટે નક્કી કરે તો સ્કાયલેબ આવે તેવી શક્યતા બિલકુલ નકારી શકાતી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud