• વડોદરાની પ્રજાનાં હિતની વાતો કરવાને બદલે મેયરે રાજ્ય સરકારના ગુણગાન ગાવાનું મુનાસિબ માન્યું
  • કોરોનાની પરિસ્થિતિમાં રૂપાણી સરકારની કામગીરીની હાઈકોર્ટે ઝાટકણી કાઢી છતાં મેયરે કારણવિના વખાણ કર્યા
  • ડૉ. રાવે ત્રણ દિવસ પહેલાં 1300 બેડ વધારવાની જાહેરાત કરી હતી એ જ વાત મેયરે રટણ કર્યું

WatchGujarat. વડોદરાના મેયર કેયૂર રોકડીયાએ બોલવાની બાબતમાં અત્યાર સુધીના તમામ મેયરોનો રેકોર્ડ તોડ્યો છે. ઓનલાઈન સભામાં લાંબુ લચક ભાષણ આપીને મેયરે પોતાની વાણીનું પાણી બતાવી જ દીધું છે. મેયર રોકડીયા બોલવામાં શૂરા હોવાનું કહેવાય છે ત્યારે “બોલેશવીર” મેયરે આજે પત્રકાર પરિષદમાં બોલતાં ગયાં… બોલતાં ગયા… પણ, વડોદરાની પ્રજા માટે પોતે શું કર્યું છે એ વિશે એક મુદ્દો ના કહી શક્યાં… જોકે, રાજ્ય સરકારના વખાણ કરવામાં અને અન્ય રાજ્યો કરતાં આપણી સ્થિતિ સારી હોવાનો સંતોષ વ્યક્ત કરવાનું તેઓ ચૂક્યા નહોતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે હાઈકોર્ટે કોરોના કાળમાં રૂપાણી સરકાર દ્વારા કરાયેલી કામગીરીની ઝાટકણી કાઢી હતી. તેમજ અન્ય રાજ્યો સાથે તુલના ના કરવી જોઈએ તેવી ટિપ્પણી પણ કરી હતી.

વડોદરામાં કોરોનાની સ્થિતી વકરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મંગળવારે રીવ્યું બેઠક કરવામાં આવી હતી. તે પહેલા શહેરના મેયરે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પત્રકાર પરીષદમાં જમીની હકીકતથી અજાણ મેયરે શહેરની સ્થિતી અંગે જણાવ્યું હતું કે, વડોદરામાં સ્થિતી નાજુક છે. પરંતુ અન્ય રાજ્યો કરતા સારી છે. તેવું હાસ્યાસ્પદ નિવેદન કર્યું હતું. આ જોતા લાગે છે કે, શહેરમાં કોરોનાની સ્થિતીથી મેયર અજાણ છે. અને કોરોના કટોકટી સમયે પણ ગપ્પા મારી રહ્યા હોય તેવું જણાઇ આવે છે.

હવે શહેરમાં વધુ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઓએસડી દ્વારા પ્રથમ કોવિડ કેર માટે તૈયાર કરાયેલી સુવિધા જાહેર કરવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવતી હોય છે. અને ત્યાર બાદ તમામ લોકો એકની એક જાહેરાતને વારંવાર કહીને રાજકીય અગ્રણીઓ તેને પોતાની અથવાતો સરકારની સિદ્ધી તરીકે ગણાવતા હોય છે. પરંતુ તંત્ર દ્વારા કોરોનાના કેસો અને કોવિડ ગાઇડલાઇન થકી થતા અંતિમ સંસ્કાર અંગેના આંકડા છુપાવવા, રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સહિતના મુદ્દે કોઇ ફોડ પાડવામાં આવતો નથી.

શહેરમાં કોવિડ મેનેજમેન્ટ માટે ઓ.એસ.ડી ડો. વિનોદ રાવની નિમણુંક કરવામાં આવી હતી. શહેરમાં કોરોનાની બીજી વેવ અત્યંત વેગથી સંક્રમણ ફેલાવી રહી છે. કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ કોવિડ ગાઇડલાઇન થકી મૃતદેહોની અંતિમક્રિયા કરવાની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. હાલ તો સ્થિતી એ હદે વણસી છે કે, શહેરમાં સ્મશાનગૃહોની બહાર પણ પોલીસને બંદોબસ્ત મુકવો પડ્યો છે.

શહેર કોરોના કટોકટી વચ્ચેથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે શહેરના મેયર મિડીયા સમક્ષ હાસ્યાસ્પદ નિવેદન આપી રહ્યા છે. મંગળવારે મેયર કેયુર રોકડીયા દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શહેરની સ્થિતિ અત્યંત નાજુક છે તેમ જણાવી હતી. પરંતુ અન્ય રાજ્યો કરતા સારી સ્થિતી હોવાનું ત્યાર બાદ તેઓએ ઉમેર્યું હતું. જેને લઇને મેયરની કઇ વાતનો ભરોષો કરવો તે હવે સમજાય તેમ નથી. મહામારી સમયે શહેરના પ્રથમ નાગરીક મેયર જો શહેરની હકીકતથી અજાણ હોય તો તેવા શહેરનું વહીવટી તંત્ર ભગવાન ભરોષે જ ચાલી રહ્યું છે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

રીવ્યુ બેઠક દરમિયાન વડોદરા શહેરના મેયર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદારો તબીબો મેડિકલ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વડોદરા શહેરમાં કોવિડને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, હાઇકોર્ટની સુચના બાદ મુખ્યમંત્રીએ વડોદરાની હોસ્પિટલોની પરિસ્થિતિની માહિતી મેળવી છે. વડોદરા તંત્રની કામગીરીથી મુખ્યમંત્રીએ સંતોષ માન્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

રેમડેસીવીર મામલે મેયરે જણાવ્યું હતું કે, લોકોમાં રેમડેસિવીર ઇન્જેક્શન મુદ્દે ગેરસમજ ઊભી થઈ છે. દર્દી તથા તેમના સગાસંબંધીઓ પોતે જ કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર રેમડેસિવિર ઇન્જેક્શનની માગ કરી રહ્યા છે. ખરેખર ડોક્ટરની સલાહ મુજબ તે અનિવાર્ય છે. તેમજ ડોક્ટરોને પણ બિનજરૂરી રેમડેસિવિર ઇન્જેક્શન અંગે પ્રિસ્ક્રિપ્શન ન લખવા સૂચના આપી છે. વડોદરા શહેર-જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેકશનની ડિમાન્ડ સપ્લાયની ચેન તૂટી છે, જેના કારણે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે .ત્રણ દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud