સવારે મેડીકલ સ્ટોરમાં એક સાથે પાંચ જેટલી મહિલાઓ માંગવા માટે ઘુસી આવતા સંચાલિકા ગભરાઇ ગઇ
બાજુની દુકાનમાં હાજર વ્યક્તિની મદદ માંગવા માટે સંચાલિકા દોડી
દરમિયાન માંગવા આવેલી મહિલા ઘુંટણીયા કાઢીને કેશ કાઉન્ટર સુધી પહોંચીને રૂપિયા સેરવ્યા
સીસીટીવીમાં ચોરી થયાની હકીકત સામે આવતા પોલીસને જાણ કરાઇ
WatchGujarat. અંબે સ્કુલ નજીક આવેલા મેડીકલ સ્ટોરમાં સોમવારે સવારે પાંચ જેટલી મહિલાઓ પૈસા અને જમવાનું માંગવા માટે આવી પહોંચી હતી. મેડીકલ સ્ટોરમાં એકલી મહિલાએ ગભરાઇ જતા તેણે બાજુની દુકાનમાં હાજર ભાઇની મદદ માંગી હતી. દરમિયાન માંગવા માટે આવનાર મહિલાઓમાંથી એક મહિલા નીચે વળીને મેડીકલ સ્ટોરના કાઉન્ટર સુધી ચાલાકીથી પહોંચી હાથ ફેરો કરે છે. સમગ્ર ઘટના મેડીકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતો.
https://youtu.be/09TvdnyEJCI
સોમવારે નિયત સમય અનુસાર પાયલ માકડિયાએ અંબે સ્કુલ રોડ પર આવેલો તેમનો મેડીકલ સ્ટોર ખોલ્યો હતો. ત્યાર બાદ પોણા દસ વાગ્યાના આરસામાં પાંચ જેટલી મહિલાઓ સ્ટોરમાં ઘુસી આવે છે. અને પૈસા અને જમવાનાની માંગણી કરે છે. એકાએક મોટી સંખ્યામાં મહિલાઓ સ્ટોરમાં ધુસી આવવાને કારણે સંચાલન કરતી મહિલા ગભરાઇ ગઇ હતી. અને સ્ટોરની બહાર જઇને બાજુની દુકાનમાં હાજર ભાઇની મદદ માંગી હતી.
બાજુની દુકાનમાંથી ભાઇએ આવીને માંગવા માટે આવેલી મહિલાઓને અહિંયા જમવાનું નથી મળતું તેમ કહીને બહાર કાઢ્યા હતા. મહિલાઓના બહાર ગયા બાદ પાયલ બહેને કેશ કાઉન્ટરમાં તપાસ કરતા રૂ. 30 હજાર જેટલી રોકડ રકમ ગાયબ થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. એટલે તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે અને સ્થાનિકોએ ભેગા મળીને ગણતરીના સમયમાં દિવ્યાબેન રાજુભાઇ વાઘરી (રહે-રેલવે સ્ટેશન પાછળ), સપનાબેન વાઘરી અને કલ્પનાબેન વાઘરી ને પકડી પાડ્યા હતા.
એક સાથે પાંચ જેટલી મહિલાઓ સ્ટોર રૂમમાં ઘુસી આવવાને કારણે સંચાલક મહિલા ગભરાઇ ગઇ હતી. અને પાડોશીને મદદ માટે બોલાવ્યા હતા. દરમિયાન માંગવા માટે આવેલી મહિલાઓમાંથી એક મહિલા ચુપકીથી ઘુંટણીયા કાઢીને મેડીકલ સ્ટોરના કેશ કાઉન્ટર સુધી પહોંચે છે. અને ડ્રોઅર ખોલીને તેમાંથી પૈસા સેરવી લે છે. ત્યાર બાદ બધી મહિલાઓ સ્ટોર રૂમની બહાર નિકળી જાય છે. સમગ્ર ઘટનાક્રમ મેડીકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી.