• વડોદરા જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે સાદી માટી ખનીજના બિન અધિકૃત અને ઓવર લોડ પરિવહન કરતા વાહનો જપ્ત કર્યા
  • બિન અધિકૃત ખોદકામનો પર્દાફાશ કરી એક કરોડથી વધુ કિંમતના વાહનો મશીન અને મુદ્દામાલ પકડ્યો

WatchGujarat. વડોદરા  જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે ગુરૂવારે આકસ્મિક રાત્રિ ચકાસણી ખનીજ ચોરી અટકાવવાની તકેદારીના ભાગરૂપે હાથ ધરી હતી. દરમિયાન પાલેજથી નારેશ્વરના રસ્તે 3 વાહનો સાદી માટી ખનીજના બિન અધિકૃત પરિવહન, મર્યાદા કરતાં વધુ વજન ભરીને (ઓવરલોડ) પરિવહન બદલ જપ્ત કર્યા હતા. વાહનો સાથે અંદાજે રૂ. 30 લાખ નો મુદ્દામાલ આ ઘટનામાં જપ્ત કરવામાં આવ્યો છે.આ વાહનો અને જથ્થો જયેશ પાટણવાડીયા, અંકલેશ્વરના શુભમ એન્ટરપ્રાઇઝ અને સુરતના કિશોરભાઈનો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

તેવી જ રીતે ઈંટોલા ગામના સીમ વિસ્તારમાંથી સાદી માટીનું બિન અધિકૃત ખોદકામ પકડી પાડી એક હિટાચી મશીન અને સાદી માટી ભરેલી બે ટ્રકો જપ્ત કરવામાં આવી હતી.

આ મુદ્દામાલ ની કિંમત અંદાજે રૂ. 80 લાખ છે. ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટના જણાવ્યા અનુસાર આ મશીનરી દ્વારા સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઈઝ દ્વારા બિન અધિકૃત ખનન અને વહન કરવામાં આવી રહ્યું હોવાનું ઉજાગર થયું છે. આ સંસ્થા એલ. એન્ડ ટી. કંપની ના પેટા કોન્ટ્રાકટર છે. કસૂરવારો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આમ, ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કુલ. રૂ. 1.10  કરોડનો મુદ્દા માલ જપ્ત કરતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અને તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચોતરફથી પ્રશંશા કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud