• સ્પામાં ચાલતા ગેરકાયદેસર ધંધા અગાઉ અનેક વખત સામે આવ્યા છે.
  • લોટસ સ્પામાં ઘુસીને અજાણ્યા શખ્સોએ પૈસા માંગી અંદરથી દરવાજો બંધ કર્યો
  • સ્પાની સંચાલિકાએ રૂ. 2 લાખ આપવાની ના પાડતા કર્મીઓ પાસે ધમકી આપી વિડીયો બનાવ્યો 
  • સ્પામાં આવેલા શખ્સને બદનામ કરાવવાની ધમકી આપી ડરાવ્યો 
  • બીજા દિવસે પણ શખ્સો દ્વારા સ્પાની મેનેજરને ફોન કરી ધમકી આપ્યા બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો 

WatchGujarat. શહેરના વાઘોડિયા વિસ્તારમાં ચાલતા સ્પામાં અચાનક ઘુસી જઇ PRESS માંથી આવીએ છીએ તેમ કહીને અજાણ્યા શખ્સોએ ધાક જમાવી હતી. ત્યાર બાદ સ્પામાં કામ કરતી મહિલા પાસે માલિકને ફોન કરાવીને રૂ. 2 લાખની માંગણી કરવામાં આવી હતી. જો પૈસાની માંગણી પુરી કરવામાં નહિ આવે તો વિડીયો બનાવીને બદનામ કરવાની ધમકી પણ સ્પામાં કામ કરતા કર્મીઓને આપવામાં આવી હતી. જો કે, સ્પા માલિકે પૈસા આપવાની ના પાડતા કર્મીના પાકીટમાં પડેલા પૈસા લઇને અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

સમા પોલીસ સ્ટેશનમાં મહિલાએ આપેલી ફરિયાદ અનુસાર, માણેજા વિસ્તારમાં રહેતા રીતુબેન સમા સાવલી રોડ પર આવેલા લોટસ ઓરા – 2 ના બીજા માળે આવેલા ફિલીંગ્સ સ્પામાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરે છે. તેમના મસાજ સેન્ટરમાં અન્ય મહિલાઓ મસાજ કરવાનું કામ કરે છે.

12 માર્ચના રોજ બપોરે વારા ફરથી ચાર માણસો સ્પાની ઓફિસમાં ઘુસી આવ્યા હતા. તેઓની ઓળખ પુછતા એક શખ્સે જવાબ આપ્યો હતો કે, અમે પ્રેસ વાળા છીએ. તેમ કહીને તેમનું આડી કાર્ડ દુરથી બતાવ્યું હતું. તમારા સ્પામાં ચેકીંગ કરવા આવ્યા છીએ અહિં ખરાબ કામ ચાલે છે. તેમ જણાવીને સ્પાના કર્મીઓ સાથે માથાકુટ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ અજાણ્યા શખ્સોએ સ્પાને અંદરથી બંધ કરી દીધું હતું.

પછી સ્પા કર્મીના મોબાઇલ પરથી તેના સંચાલકને ફોન કરી સ્પીકર પર વાત કરવામાં આવી હતી. જેમાં અજાણ્યા શખ્સે ફોન પર વાત કરતા કહ્યું કે, અહિંયા આ છોકરીઓ ખોટા કામ કરે છે. અને અમે બધું પ્રેસમાં છાપી દઇશું. જો આ ન કરવું હોય તો, અમને રૂ. 2 લાખ આપો. સંચાલિકાએ વળતો સવાલ પુછ્યો કે, તમે કોણ છો. અને શેના રૂપિયા માંગો છો ? શખ્સે જવાબ આપ્યો કે તમે રૂ. 2 લાખ આપશો તો તમારા સ્પાની ફ્રીમાં એડ આવશે. અને જો તમે રૂપિયા નહિ આપો તો તમારા સ્પાની વિરૂદ્ધમાં વિડીયો બનાવીશુ. તમે સ્પાની આડમાં ખોટા કામ કરાવો છો. આવો વિડીયો બનાવવા દેશે તો જ અમે તમારી સ્પાની છોકરીઓના જવા દઇશું. જો કે ત્યાર બાદ સંચાલિકાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. અને સ્પામાં કામ કરતી મહિલાઓએ પણ વિડીયો બનાવવામાં ના પાડી હતી.

જો કે, ત્યાર બાદ અજાણ્યા શખ્સોએ સ્પામાં આવેલા ગ્રાહકને બદમાન કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા. અને ત્યાર બાદ પણ ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. આખરે ધાક ધમકીથી સ્પાના માલિક વિરૂદ્ધ કર્મીઓએ વિડીયો બનાવ્યો હતો. અને ત્યાર બાદ કર્મીઓના પર્સમાં પડેલા રૂ. 17 હજાર બળજબરી પુર્વક લઇ સાંજે સાડા સાત વાગ્યે મસાજ પાર્લર ખોલીને જતા રહ્યા હતા.

ત્યાર બાદ બીજા દિવસે સ્પા બંધ દેખાતા અજાણ્યા નંબર પરથી શખ્સનો ફોન આવ્યો હતો. અને ફોન પર જણાવ્યું કે, દુકાન ખોલો નહિ તો તમારા ઘરે પોલીસ મોકલીશું. તેમ કહી ફોન મુકી દીધો હતો. આખરે મહિલાએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે સમા પોલીસ સ્ટેશનના PSI ડી. બી. રાઠોડે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઇ કાલે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને હાલ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud