• મહિલા ધારાસભ્યએ યુવકે વિરૂદ્ધ કાર્યવાહી કર્યાની રીસ રાખીને યુવકોએ તેમના ઘરે ધમાલ મચાવી
  • મોડી રાત્રે દરવાજો ખટખટાવી ખોલાવ્યો, ધારાસભ્યના પતિને બેફામ ભાંડ્યા
  • સમગ્ર મામલે ગોત્રી પોલીસ દ્વારા ત્રણ યુવકોની અટકાયતી પગલા લીધા હતા

WatchGujarat. શહેરના અકોટા વિધાનસભાના ભાજપના મહિલા ધારાસભ્યના સીમાબેન મોહિલેના નિવાસ્થાને ગત રાત્રે નશો કરેલા ત્રણ યુવાનોએ ઘર બહાર ધાંધલ-ધમાલ મચાવી હતી. અને પથ્થર મારી બારીના કાચ તોડી નાંખ્યા હતા. આ બનાવ અંગે પોલીસે જાણ કરાતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ધમાલ મચાવનાર નશાખોરોને શંકા હતી કે, ધારાસભ્ય દ્વારા ખોટી ફરિયાદો કરવામાં આવી હતી.

વડોદરા અકોટા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોહિલેના નિવાસ્થાને મોડી રાત્રે નશો કરીને ત્રણ યુવાનોએ ધમાલ મચાવી હતી. ઘરની બહાર મુકેલા હિંચકા પર બેસી જોરજોરથી હીચકા ખાધા હતા. અને બૂમાબૂમ કરી લવારી કરી હતી. આટલેથી નહિ અટકતા યુવાનોએ મોડી રાત્રે મહિલા ધારાસભ્યના ધરનો દરવાજો ખખડાવ્યો હતો. તેમના પતિએ દરવાજો ખોલ્યો ત્યારે તેણે કહ્યું કે, અમારી વિરૂદ્ધ કેમ કાર્યવાહી કરાવો છો. તેમ કહીને બેફામ ભાંડવાનું શરૂ કરી દીધું હતું. જેને પગલે મહિલા ધારાસભ્યના પતિએ દરવાજો બંધ કરી દીધો હતો. આટલેથી નહિ અટકતા યુવાનોએ પથ્થર ફેંકી બારીના કાચ તોડી નાંખ્યા હતા.

મોડી રાત્રે યુવકોએ મચાવેલા ઉત્પાત બાદ મહિલા ધારાસભ્યએ સમગ્ર મામલે ગોત્રી પોલીસને જાણ કરી હતી. જેના આધારે ગોત્રી પોલીસે હુમલો કરનાર તૌસીફ ઉર્ફે ટોપો યુસુફભાઇ વ્હોરા (રહે. અંબિકા નગર, દિવાળીપુરા) પલ્લાઇ ઉર્ફે મહેશ ચૌહાણ (રહે. અંબિકા નગર, દિવાળીપુરા) અને શૈલૈષ ઉર્ફે સતિષ પરમારની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud