- ગત રોજ ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી
- આદર્શ આચાર સંહિતાને પગલે પાલીકાની દબાણ શાખાની ટીમ રવિવારે એક્શનમાં આવી
- વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવેલા રાજકીય પાર્ટીના હોર્ડિંગ્સ ઉતારાયા
WatchGujarat. ગતરોજ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય અને ગ્રામપંચાયતની ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચુંટણીની તારીખો જાહેર થયા બાદ આદર્શ આચાર સંહિતા લાગુ પડે છે. આચાર સંહિતા લાગુ થયાના બીજા જ દિવસે શહેરમાંથી રાજકીય હોર્ડિંગ્સ દુર કરવા માટે પાલીકાની ટીમ એક્શનમાં આવી હતી.
રાજ્યમાં ચુંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને વિધાનસભાની ચુંટણી પહેલાનું સેમીફાઇનલ તરીકે જોવાઇ રહ્યું છે. વિધાનસભામાં 182 સીટ જીતવાના લક્ષ્યાંક સાથે રાજ્યના ભાજપા પ્રદેશ પ્રમુખ પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. ગતરોજ ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યમાં આદર્શ આચાર સંહિત લાગુ થઇ ગઇ હતી. આચાર સંહિતા લાગુ થયાના બીજા દિવસે પાલીકાની દબાણ શાખાની ટીમ એક્શનમાં આવી હતી. અને શહેરના વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવેલા રાજકીય પાર્ટીના હોર્ડિંગ્સ દુર કર્યા હતા.
ચુંટણીની તારીખો નજીક આવવાને કારણે શહેરના છેલ્લા કેટલાય દિવસથી રાજકીય ગતિવીધી તેજ થઇ ગઇ હતી. છેલ્લા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વડોદરામાં મહેમાન બન્યા હતા. અને અનેક લોકાર્પણના કાર્ચક્રમો હાથ ધર્યા હતા. તમામ હોર્ડિંગ્સને ઉતારવા માટે પાલીકાની ટીમે રવિવારે કામગીરી હાથ ધરી હતી. ચુંટણીમાં લોકોના મત મેળવીને વિજયી થનાર જ લોકો પર રાજ કરશે.