• સર્વેમાં 144 કાચા અને 23 પાકા મકાનો અંશતઃ અને 2 કાચા મકાનોને સંપૂર્ણ નુકશાની બહાર આવી હતી
  • જિલ્લામાં પશુ-મૃત્યુના એક કિસ્સામાં પશુપાલકને રૂ. 25000 અપાયા

Watchgujarat. આદિવાસી નર્મદા જિલ્લામાં તૌકતે વાવાઝોડા અને વરસાદના કારણે થયેલા નુકસાનનો તાગ મેળવવા હાથ ધરાયેલા સર્વેમાં કુલ 169 કાચા તેમજ પાક મકાનોને નુકશાની થયું હોવાનું બહાર આવ્યું હતું. સરકારના ધારાધોરણ મુજબ મળવાપાત્ર સહાય હેઠળ 119 કિસ્સામાં કુલ ₹4.71 લાખનું અસરગ્રસ્તોને ચુકવણું કરાયું છે.

તૌકતે વાવાઝોડાના કારણે નર્મદા જિલ્લામાં પણ પશુ મૃત્યુનો એક કિસ્સો નોંધાવાની સાથે 2 કાચા મકાનો સંપૂર્ણ નાશ પામવા ઉપરાંત 144 કાચા મકાનો અંશત: તથા 23 પાકા મકાનો પણ અંશત: ક્ષતિગ્રસ્ત થયા હતા.

જિલ્લામાં 169 જેટલા કાચા-પાકા મકાનો સંપૂર્ણ કે અંશત: નાશ થયા હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પંચાયત તરફથી મળ્યાં હતાં. સરકારના ધારાધોરણ મુજબ 119 કિસ્સામાં ચૂકવવાપાત્ર થતી સહાયની રકમના ચેકો દ્વારા સંબંધિત તાલુકા પંચાયતના  મારફત અસરગ્રસ્ત પરિવારોને ચૂકવણું કરવામાં આવ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગંભીરપુરા ગામે નોંધાયેલ પશુ મૃત્યુના એક કિસ્સામાં પશુપાલકને ₹25000 ની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ નાશ પામેલ 2 કાચા મકાન, અંશત: નાશ પામેલ 144 મકાન અને અંશત: નાશ પામેલ 23 પાકા મકાનો મળી કુલ 169 મકાનોનો સર્વે કરાયો હતો, તે પૈકી મંજૂરીપાત્ર 119 જેટલા અસરગ્રસ્ત પરિવારોને કુલ ₹4.71 લાખની સહાય ચૂકવવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud