• 24 વર્ષીય રેશ્માના લગ્ન કમલેશ મહેશભાઈ ઉર્ફે મેસલાભાઈ રાઠવા સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા
  • બાળપણથી જ રેશમા પિતા સાથે દુકાનની સંભાળ રાખતી હતી
  • લગ્ન અંગેની વાતચિત દરમિયાન રેશ્માને ઘરકામ નહિ આવડતું હોવાની ચોખવટ તેના પરિવારજનોએ સાસરીયાઓ સમક્ષ કરી હતી
  • ચોખવટ કર્યા બાદ પણ સાસરીયાઓ દ્વારા માનસીક અને શારીરીક ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું
  • આખરે રેશ્માએ તેના અને તેના 8 માસના પુત્ર માટે જીવનનો અંતિમ નિર્ણય લીધો

WatchGujarat. પાવાગઢ નજીક આવેલા મોટી ઉભરવાણ ગામે માતાએ પોતાના 8 માસ ના પુત્ર નું ગળુ દબાવી હત્યા કર્ બાદ પોતે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી લીધી હતી. સાસરિયા પક્ષ દ્વારા  શારીરિક અને માનસિક  ત્રાસથી કંટાળીની પરિણીતાએ અંતિમ પગલુ ભર્યુ હોવાને કારણે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. બંને મૃતદેહનું પેનલ પીએમ અર્થે દવાખાને મોકલી આપવામાં આવય્ હતા.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, હાલોલ તાલુકાના વાંકડિયા રાઠવા ફળિયા ની 24 વર્ષીય રેશ્માના લગ્ન મોટી ઉભરવાણ ગામના  કમલેશ મહેશભાઈ ઉર્ફે મેસલાભાઈ રાઠવા સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. રેશ્મા  નાનપણથી જ  પાવાગઢ ડુંગર પર આવેલ  તેના પિતાની દુકાન સંભાળતી  હતી. એટલે લગ્ન  સમયે જ  પિતાએ  રેશ્માને  ઘરકામ આવડતું ન હોવાની ચોખવટ કરી હતી.

લગ્નને થોડોક સમય વિતીગયા બાદ પતિ કમલેશ સસરા મહેશભાઈ, સાસુ સુગરી બેન દ્વારા  રેશ્મા ને જમવા તેમજ ઘર કામ બાબતે માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. સાસરી પક્ષના ત્રાસ વચ્ચે પરિવારમાં પારણું બંધાયું હતું અને બાળકનો જન્મ થયાને આઠ માસ જેટલો સમય વીતી ગયા બાદ પણ પતિ તેમજ સાસરી પક્ષ દ્વારા મહેણા ટોણા નો સિલસિલો યથાવત રહ્યો હતો. શારીરિક તેમજ માનસિક ત્રાસને કારણે નાસી પાસ થઇ ગયેલી રેશ્માએ આખરે જીવન ટૂંકાવાનોનો નિર્ણય લીધો

રેશ્માનો પતિ કમલેશ હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રવિવારે સવારે રેશ્માએ  કમલેશનું જમવાનું બનાવી ટિફિન ભરી આપ્યું હતું. ત્યાર બાદ કમલેશ  નોકરી પર ગયો હતો. બપોરેના સમયે રેશ્મા ઘરમાં એકલી હતી, ત્યારે તેણે પ્રથમ પોતાના આઠ માસના માસુમ પુત્ર વિહાનનું ગળુ દબાવી મોત નિપજાવ્યું હતું અને ત્યાર બાદ પોતે   ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

રવિવાર બપોર સમયે બનેલી આ ઘટના ને લઇ રેશ્માના સાસરીયાઓ હેબતાઈ ગયા હતા. રેશ્માનો મૃતદેહ નીચે ઉતારી  પોલીસ ને  જાણ કરવાને બદલે  સાસરીયાઓએ બંનેના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરી દીધું હતું. પરંતુ  રેશ્માના  ભાઈએ   પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બંનેના મૃતદેહો ને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. ત્યાર બાદ સમગ્ર હકીકત સામે આવતા પોલિસે હાલોલ મામલતદારની હાજરીમાં મૃતદેહોનું પેનલ ડોક્ટર પીએમ કરાવ્યું હતું. મંગળવારે પીએમ બાદ વાંકડિયા ખાતે  બંનેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલોલ પોલીસે આ મામલે રેશ્મા વિરુદ્ધ હત્યા નો અને તેના પતિ. સાસુ સસરા વિરુદ્ધ દુસપ્રેરરણા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud