• ચુંટણી દરમિયાન યોજાયેલા મેળાવડામાં વહીવટી તંત્ર મુકપ્રેક્ષક બનીને જોતુ રહ્યું
  • કોરોના કેસો વધતા લોકો પર અનેક નિયમો લાદી દેવાયા
  • કોરોના પર કાબુ મેળવવા માટે વેક્સીનેશન અને કોવિડ ગાઇડલાઇનના અમલ પર ભાર મુકાયો
  • શનિવારે સાંસદ રંજનબેન ભટ્ટ અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા બંને કોરોના પોઝીટીવ થયા

WatchGujarat. સરકાર દ્વારા કોરોના પર કાબુ મેળવવાના પ્રયાસોના ભાગ રૂપે વેક્સીન આપવામાં આવી રહી છે. પરંતુ હવે વેક્સીન લીધા બાદ પણ કોરોના પોઝીટીવ થવાના કેસો સામે આવી રહ્યા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કોરોનાની રસી લીધા બાદ પણ કોરોના પોઝીટીવ આવતા લોકોમાં અચરજ વ્યાપી હતી.

તાજેતરમાં રાજ્યમાં ચુંટણી યોજાઇ હતી. દરમિયાન મોટા પાયે રાજકીય મેળાવડા થયા હતા. તેમાં કોરોનાના નિયમોને નેવે મુકીને રાજકીય કિસ્મત ચમકાવવા માટે તમામ લોકો પ્રચાર પ્રસારમાં લાગી ગયા હતા. જેને લઇને લોકોમાં ભારે રોષ હતો. વહીવટી તંત્ર દ્વારા લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના ભંગ થવા બદલ મોટી સંખ્યામાં પૈસા દંડ પેટે વસુલવામાં આવ્યા હતા. જ્યારે વહીવટી તંત્ર રાજકારણીઓ સામે કાર્યાવાહી કરવામાં વામણું સાબિત થયું હતું.

ત્યાર બાદ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડોદરામાં શિવજી કી સવારી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ રાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ હાજર રહ્યા હતા. અને લોકોએ શિવજીકી સવારીમાં જાણે કોરોના છે જ નહિ તે પ્રમાણે ભીડમાં એકઠા થયા હતા. તે સમયે પણ વહીવટી તંત્ર મુકપ્રેક્ષક બનીને જોતુ રહ્યું હતું. જો કે, બે પ્રસંગો બાદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસોમાં એકદમ ઉછાળો આવ્યો હતો. હવે તંત્ર તકેદારીના પગલા રૂપે વેક્સીનેશન વધારી રહ્યું છે. અને લોકોની ભીડ ન થાય તથા કોવિડ ગાઇડલાઇનનું પાલન થાય તે માટેના સઘન પ્રયાસો કરી રહ્યું છે.

કોરોના પર કાબુ મેળવવા માટે એક તરફ તંત્ર વેક્સીનેશન વધારી રહ્યું છે. ત્યારે બીજી તરફ વેક્સીન લીધા બાદ પણ કોરોના પોઝીટીવ થયાના કિસ્સોઓ સામે આવી રહ્યા છે. વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે 4 માર્ચના રોજ વેક્સીન લીધી હતી. વેક્સીન લીધાના 16 દિવસ બાદ તેઓ કોરોના પોઝીટીવ આવતા લોકો અચરજમાં મુકાયા હતા. સાંસદ રંજનબેન ભટ્ટે પોતો કોરોના પોઝીટીવ થયા હોવાની જાણકારી પોતાના સોશિયલ મિડીયા હેન્ડલ પર મુકીને આપી હતી. અને સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા પણ અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, શનિવારે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. અને તેઓએ પણ સોશિયલ મિડીયાના માધ્યમથી લોકોને આ અંગની જાણકારી આપી હતી. તેઓએ પણ કોરોનાની વેક્સીન લીધી હતી. અને ત્યાર બાદ તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud