• વર્ષ 2014માં નંદેસરીની પ્રોજેરિયા પિડીત અંજના પરમારને સાંસદ રંજનબહેન ભટ્ટે દત્તક લીધી હતી.
  • દરેક ચૂંટણીમાં મતદાન કરવા જતી અંજનાએ આજે પણ લોકતંત્રના મહાઉત્સવમાં ભાગ લીધો.
  • 6 વર્ષ અગાઉ સાંસદે દત્તક દીકરીને 4 જોડી કપડાં અને રૂ. 500 આપ્યા હતાં.
  • પ્રોજેરિયા પિડીત અંજનાની માતાનું વર્તન યોગ્ય નહીં લાગતાં સાંસદે મદદ કરવા જવાનું ટાળ્યું.

Watch Gujarat. સાંસદ રંજનબહેન ભટ્ટને ધરમ કરતાં ધાડ પડી હોય તેવી સ્થિતિનો આજે સામનો કરવો પડ્યો છે. છ વર્ષ અગાઉ નંદેસરી ગામની પ્રોજેરિયા પિડીત અંજનાને દત્તક લેનાર સાંસદે તેને ત્યજી દીધી હોવાનું આળ આજે તેમના પર લગાડવામાં આવ્યું હતું.

ફિલ્મ ‘પા’માં અમિતાભ બચ્ચન જે પ્રોજેરિયાની બિમારીથી પિડીત બતાવાયો છે. તેવી જ બિમારીથી નંદેસરી ગામની અંજના પરમાર પિડાય છે. નંદેસરી જીઆઈડીસીમાં નોકરી કરતાં અંજનાના પિતા ભાડાના મકાનમાં પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2014માં સાંસદ રંજનબહેન ભટ્ટ નંદેસરીની મુલાકાતે ગયા હતાં ત્યારે તેમણે અંજનાને દત્તક લીધી હતી. જેને પગલે તેની યોગ્ય સારવાર થશે તેવી પરિવારજનોને આશા જાગી હતી. જોકે, છ વર્ષમાં સાંસદ રંજનબહેન ભટ્ટે એક જ વખત દત્તક દીકરીની મુલાકાત લીધી હતી. તે સમયે સાંસદે 4 જોડી કપડાં અને રૂ. 500 પરિવારજનોને આપ્યા હતાં.

દરેક ચૂંટણીમાં મતદાન કરવા જતી અંજનાને આજે તેના માતા – પિતા મતદાન મથકે લઈ ગયા હતાં. દરમિયાનમાં સાંસદ રંજનબહેન ભટ્ટ દત્તક દીકરીને 6 વર્ષમાં ક્યારેય મળવા આવ્યા નથી. દત્તક દીકરીને ત્યજી દીધી છે તેવી ચર્ચા ઉઠવા પામી હતી.

ઉપરોક્ત મામલે સાંસદ રંજનબહેન ભટ્ટે WatchGujarat.comને જણાવ્યું હતું કે, વર્ષ 2014માં હું નંદેસરી ગઈ હતી ત્યારે મેં આ દીકરીને જોઈ હતી. તેની સ્થિતિ જોઈને મને થયું કે હું મદદ કરું. અને છ મહિના પછી હું કપડાં લઈને એ દીકરીને મળવા ગઈ હતી. પરંતુ જ્યારે હું એના ઘરે ત્યારે મને તેની માતાનું વર્તન – વ્યવહાર યોગ્ય ના લાગ્યાં એટલે ત્યારબાદ મેં ત્યાં જવાનું બંધ કરી દીધું હતું.

વધુમાં ઉમેર્યું કે, પ્રોજેરિયાથી પિડાતી અંજના બહુ બોલતી પણ નથી. દીકરીની મદદ માટે કે સામાન્ય વાતચિત માટે પણ અંજનાની માતાનો કોઈ ફોન આજદીન સુધી મને નથી આવ્યો. એમને જરૂર હોય તો તેઓ ફોન કરી જ શકતાં હતાં. અને જો ફોન આવ્યો હોત તો હું જરૂર મદદ પુરી પાડત.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud