• વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગરીમાને લાંછન લગાડવાનો હિન પ્રસાય સામે આવ્યો 
  • યુનિ દ્વારા જારી કરાતા સર્ક્યુલરની આબેહુબ બોગસ કોપી બનાવી મજાક બનાવતો ફોટો વાઇરલ
  • સાયબર ક્રાઇમ દ્વારા ગુનાના મુળ સુધી પહોંચવા ચક્રોગતિમાન કરાયા

WatchGujarat. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના લેટરહેડ જેવો બોગસ સર્ક્યુલર બનાવીને વાઇરલ કર્યો હતો. બોગસ સર્ક્યુલરમાં 7 ફેબ્રુઆરી પહેલા એક બોયફ્રેન્ડ બનાવી લેવા જણાવ્યું હતું. અને ઉમેર્યું હતું કે, એકલી છોકરીને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં નહિ આવે. જો કે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીની ગરીમા લજવાય તેવા પ્રયાસ કરનારની શોધખોળ કરવા માટે સાયબર ક્રાઇમમાં ગુનો નોઁધવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાય દિવસથી મધ્યગુજરાતની સૌથી મહત્વનું સ્થાન ધરાવતી અને વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નામે બોગસ સર્ક્યુલર લેટર વાઇરલ કરવામાં આવ્યો હતો. લેટરમાં જણાવાયું હતું કે,

તમને જાણ કરવામાં આવે છે કે, 7 ફેબ્રુઆરી સુધીમાં છોકરીઓ પાસે છેલ્લે 1 બોયફ્રેન્ડ હોવો જરૂરી છે. જેનો ઉદ્દેશ્ય તેમની સુરક્ષા છે. એકલી છોકરીને કોલેજ પ્રિમાઇસિસમાં એન્ટ્રી આપવામાં નહીં આવે. ક્લાસમાં આવતા પહેલા ગર્લ્સે બોયફ્રેન્ડ હોવાના પુરાવા આપવા પડશે. પ્રેમ વહેંચો.

8 ફેબ્રુઆરીથી યુનિવર્સિટીમાં કોવિડ ગાઇલગાઇન્સ સાથે યુનિવર્સીટીમાં ઓફલાઇન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. ઓફલાઇન એજ્યુકેશન શરૂ થતા પહેલા બોગસ સર્ક્યુલર વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી શકે તેમ છે. જો કે વાત ધ્યાને આવતા યુનિવર્સિટી દ્વારા સમગ્ર મામલો સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અને મામલાના મુળ સુધી પહોંચી યુનિ.ની ગરીમા લજવનાર શખ્સોની ભાળ મેળવવાના ચક્રોગતિમન કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud