• દેશભરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે
  • કોરોનાની સેકન્ડ વેવમાં પોઝિટીવ દર્દીઓ અને મૃત્યુ આંકમાં નોંધપાત્ર વધારો
  • ગુજરાત સરકારે પણ રાજ્યની સ્થિતિ અતિ ગંભીર હોવાનુ સ્વીકાર્યુ છે
  • પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સ્થિતિ ગુજરાત કરતા વધુ ગંભીર બની છે
  • મહારાષ્ટ્રમાં પણ ગુજરાતની જેમ રેમડેસિવિર અને ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનની અછત સર્જાઇ

Watchgujarat. કાળમુખા કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. રાજ્યમાં કોરોનાની અતિ ગંભીર બનેલી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં સરકારી તંત્ર નિષ્ફળ સાબીત થઇ રહ્યું છે. હોસ્પિટલમાં બેડની અછત, ઓક્સિજનની અછત, ઇન્જેક્શનની અછત, આ તમામ મુશ્કેલીઓને જોતા સ્થિતિનુ અનુમાન લગાવી શકાય છે. રાજ્યની સ્થિતિ ખૂબ જ ગંભીર છે તે વાતને સરકારે પણ ખુદ સ્વીકારી છે. હોસ્પિટલમા દાખલ દર્દીઓને ઇન્જેક્શન પુરતા પ્રમાણમાં નથી મળી રહ્યાં તે વાતને નકારી શકાય તેમ નથી. તેવામાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સ્થિતિ પણ ગુજરતા કરતા અતિ ગંભીર છે. ત્યારે મુંબઇની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને રેમડેસિવિર અથવા ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન ન મળતા તેમના સ્વજનો ઇન્જેક્ન માટે ગુજરાતમાં દોડધામ કરી રહ્યાં છે.

છેલ્લા 1 મહિનાથી કોરોનાની સેકન્ડ વેવ શરૂ થતાં રાજ્યની પરિસ્થિતિ વિકટ બની છે. ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની વાત કરવામાં આવે તો ખાનગી હોસ્પિટલોમાં એડમીટ થવા માટે વેઇટીંગ ચાલી રહ્યું છે. સ્મશાનોમાં અંતિમક્રિયા માટે વેઇટીંગ છે. આવા સંજોગો વચ્ચે હોસ્પિટલમાં દાખલ દર્દીને રેમડેસિવિર કે ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન મળવા પણ મુશ્કેલ છે.

ત્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની વાત કરીયે તો, મુંબઇમાં કોરોનાની પોઝિટીવ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. સાથે સાથે મૃત્યુદરમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. મુંબઇની હોસ્પિટલો પણ ફુલ થવા માંડી છે અને સ્થિતિ બેકાબૂ બની છે. તેવામાં દાખલ દર્દીઓ માટે રેમડેસિવિર અને ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનની અછત ઉભી થઇ છે. જેથી દર્દીઓના સગા હવે ઇન્જેક્શન મેળવવા માટે ગુજરાતમાં દોડધામ કરી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud