• વિકાસના કામોનો ટાર્ગેટ પૂરો કરવા PPP ધોરણે કામો કરવામાં આવશે
  • છેલ્લા વર્ષમાં રજુ કરવામાં આવેલા બજેટ કરતાં ચાલુ વર્ષે રજુ કરાયેલા બજેટમાં વધુ રૂપિયા 112 કરોડ ફાળવામાં આવ્યા

WatchGujarat. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નું વર્ષ 2021-22નું રૂપિયા 3,804 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજરોજ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. બજેટમાં શહેરીજનો માટે કોઈ નવો કર સૂચવ્યો નથી. કોર્પોરેશન વર્ષ 2020-21 નું બજેટ રૂપિયા 3,769 કરોડનું હતું. છેલ્લા વર્ષમાં રજુ કરવામાં આવેલા બજેટ કરતાં ચાલુ વર્ષે રજુ કરાયેલા બજેટમાં વધુ રૂપિયા 112 કરોડ ફાળવામાં આવ્યા છે.

ગુજરાતમાં વડોદરા સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોવાના કારણે બજેટ તેના નિયત સમય કરતા આશરે દોઢ મહિના લેટ રજૂ થયું છે  ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કોરોના મહામારી ના કારણે વિકાસના કામો પર બ્રેક વાગી ગઈ હતી. કોરોના ની અસર ને લીધે ચાલુ નાણાકીય વર્ષમાં આવકનો 491 કરોડ નો ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો. તે હજી સુધી સિદ્ધ થઈ શક્યો નથી. કોરોના કાળ બાદ રજુ થનારા બજેટ પર સૌ કોઇની નજર હતી. જો કે વડોદરામાં સોમવારે રજુ કરવામાં આવેલા બજેટમાં શહેરવાસીઓ પર કોઇ પણ પ્રકારનો કર દર વધારવામાં આવ્યો નથી. અને ગત બજેટ કરતા નાણાંની વધુ ફાળવણી કરવામાં આવી છે.

પાલિકાને અત્યાર સુધીમાં 444 કરોડની જ આવક થઈ શકી છે. અને હવે ટાર્ગેટ સિદ્ધ કરવા માટે બાકી વેરો વસૂલ કરવા મિલકતોને સીલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે આજે વર્ષ 2020-21 નું રૂપિયા કરોડનું રીવાઇઝ બજેટ પણ રજૂ કર્યું હતું. કમિશનરે તેમની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, વિકાસના કામોનાં ટાર્ગેટ પૂરા કરવા માટે પીપીપી ધોરણે કામો કરવામાં આવશે અને વધારાની નાણાંકિય જરૂરિયાત આંતરિક ભંડોળ કે બહારની સંસ્થાઓ અને બેંકો પાસેથી ગ્રાન્ટ મેળવીને કરવામાં આવશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud