કોરોનાને નાથવા માટે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ સહિત પ્રસંગોમાં લોકોની હાજરી પર નિયંત્રણ સહિતના પગલા લેવાયા છે
પાદરામાં રહેતા પરિવારની પુત્રીનું લગ્ન હોવાથી ફાર્મ હાઉસમાં મ્યુઝીકલ પાર્ટીનું આયોજન કર્યું હતું
કજરારે કજરારે ગાયન પર ડાન્સ કરતી અભિનેત્રી પર પૈસાનો વરસાદ કરાયાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ
પોલીસે સ્થળ પર પહોંચી માસ્ક દંડ વસુલી વધુ કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. કોરોના કહેર વચ્ચે પાદરા નગરમાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ ઠૂમકા લગાવ્યા હતા. લગ્ન નિમિત્તેની પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું. બોલીવુડની ફિલ્મના ગીત કજરા..રે...કજરા...રે..ગીત ઉપર અભેનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યા હતા. જો કે, પાદરા પોલીસે કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
https://youtu.be/cTgJljiuOBs
પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, પાદરા ટાવર રોડ પર રહેતા ફારૂકભાઇ કાલુભાઈ મેમણની દીકરીનું લગ્ન હતું. દીકરીના લગ્ન નિમિત્તે પાદરા ડભાસા રોડ ઉપર આવેલા રંગ ફાર્મ હાઉસમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હોવાનું અનુમાન છે. મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ કજરા...રે.. કજરા...રે.. ગીત ઉપર ઠૂમકા લગાવ્યા હતા. અભિનેત્રીના ઠૂમકા જોઈ લગ્ન નિમિત્તેની પાર્ટીમાં જોડાયેલા કેટલાક લોકોએ અભિનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. તો કેટલાક લોકોએ કજરા..રે.. ગીત ઉપર મન મૂકીને નાચ્યા હતા. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો.
ફાર્મ હાઉસમાં ભવ્ય સ્ટેજ બાધી આયોજીત લગ્ન નિમિત્તેની આ મ્યુઝિકલ પાર્ટીમાં જોડાયેલા અનેક લોકો માસ્ક વગર ના હતા. તેમજ સોશિયલ ડિસ્ટન પણ જાળવ્યુ ન હતું. અને અભિનેત્રીના વિવિધ ગીતો ઉપરના ડાન્સ સાથે આનંદ લૂટ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કાળો કેર વર્તાવી રહેલા કોરોનાને પગલે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે સાથે લગ્ન પ્રસંગ સહિત શુભ-અશુભ પ્રસંગો ઉપર પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે પાદરાના રહેવાસી ફારુક મેમણે પોતાની દિકરીના લગ્ન નિમિત્તે ફાર્મ માઉસ રાખીને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થવાને કારણે કોવિડ ગાઇડલાઇનના પાલનમાં તંત્રની પોલ ખુલ્લી પડી જવા પામી હતી.
મોડી રાત સુધી ચાલેલી આ મ્યુઝિકલ પાર્ટી અંગેની જાણ પાદરા પોલીસને થતાં પી.એસ.આઇ પી.ડી. જયસ્વાલ પોતાના સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને તાત્કાલિક મ્યુઝિકલ પાર્ટી બંધ કરાવી દીધી હતી. મ્યુઝિકલ પાર્ટીમાં પોલીસ ત્રાટકતાની સાથે જ મ્યુઝિકલ પાર્ટી માં જોડાયેલા લોકો ચોંકી ઉઠ્યા હતા. પાદરા પોલીસે મ્યુઝિકલ પાર્ટીમાં માસ્ક વગર આવેલા 15 લોકોની પાસેથી નિર્ધારિત થયેલા રૂપિયા 1000 પ્રમાણે 15000 હજારનો દંડ વસુલ કર્યો હતો. તે સાથે મ્યુઝિકલ પાર્ટીના આયોજક ફારૂકભાઇ મેમણ સામે કોવિડની ગાઈડ લાઈન મુજબ જાહેરનામા ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.