ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ જૂના પાદરા રોડ પરનાં રાજવી ટાવરમાં સોનીની દુકાનમાં લૂંટની ઘટના બની હતી.
દુકાન લૂંટવા અને હુમલો કરવા માટે દિપકે રૂ. 60 નું નવું નક્કોર ચપ્પુ ખરીદ્યુ હતુ.
સોનીની દુકાનમાં લૂંટ કરવા માટે દિપકે 22 દિવસ સુધી રેકી કરી હતી.
સોની ઉપર હુમલો કર્યા બાદ લોહીથી લથબથ દુકાન શાંતિથી સાફ કરી અને તક મળતા જ દાગીના લૂંટી ભાગી ગયો
લૂંટ કર્યા બાદ મોડી રાત સુધી મોપેડ ઉપર રખડ્યો અને મોડી રાત્રે ટ્રેનમાં બેસી ઉત્તર પ્રદેશ સાસરીમાં પહોંચી ગયો હતો.
WatchGujarat. શહેરના જૂના પાદરા રોડ સ્થિત રાજવી ટાવરમાં આવેલી માં કૃપા જ્વેલર્સમાં ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ સોની ઉપર જીવલેણ હુમલો કરી લાખોના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. જીવલેણ હુમલો કરી લાખોના સોના-ચાંદીના દાગીના લૂંટી જનાર શખ્સને પકડવા શહેર પોલીસ સહિતની તમામ બ્રાન્ચ કામે લાગી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મહત્વની કડી મળતા બે ટીમો ઉત્તરપ્રદેશ જવા રવાના થઇ હતી. અને 72 કલાકમાં જ લુંટનો ભેદ ઉકેલાયો હતો.
24 ફેબ્રુઆરીએ શુ બન્યું હતુ.
જૂના પાદરા રોડ સ્થિત રાજવી ટાવરમાં રાજેશભાઇ સોની “માં કૃપા જ્વેલર્સ” નામની દુકાન ધરાવે છે. ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ રાજેશભાઇ પોતાની દુકાને હાજર હતા. ત્યારે સવારે 11-30 વાગ્યાના અરસામાં કાળા રંગનુ શર્ટ પહેરી માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધી એક શખ્સ તેમની દુકાનમાં આવ્યો હતો. જ્યાં તેણે પત્ની માટે સોનાની ચેઇન લેવાનુ જણાવી અંદાજીત અડધો કલાક સુધી દાગીના જોયા હતા. એક તબક્કે રાજેશભાઇએ શંકા જતા તેમણે બતાવેલા તમામ દાગીના એકત્ર કરી લોકર રૂમમાં મુકવા જતા રહ્યા હતા. અને દુકાનમાં આવેલો શખ્સ એ જ તકની રાહ જોઇ રહ્યો હતો.
રાજેશભાઇ દાગીના લઇ લોકર રૂમમાં પહોંચતા લૂંટના ઇરાદે આવેલા શખ્સે તેની પાસેના ધારદાર ચપ્પુ વડે રાજેશભાઇના ગળા ઉપર ચારથી પાંચ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી તેઓ અર્ધબેભાન થઇ નિચે ઢળી પડ્યા હતા. ત્યારબાદ લૂંટરૂએ દુકનામાં પડેલા લોહીના ડાઘાની સાફ સફાઇ શાંતિપૂર્ણ રીતે કરી અને બાદમાં દુકાનના ડીસ્પ્લેમાં મૂકેલા અંદાજીત 20થી 25 લાખના સોના-ચાંદીના દાગીના લઇ ફરાર થઇ ગયો હતો.
લૂંટ કર્યા બાદ દિપક મિશ્રા કઇ રીતે ઉત્તર પ્રદેશ પોતાની સાસરીમાં પહોંચ્યો
ધોળા દિવસે લૂંટની ઘટના બનતા શહેર પોલીસ સહિત તમામ બ્રાન્ચ લૂંટરૂની શોધમાં લાગી ગઇ હતી. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ રસ્તા પરના તમામ સીસીટીવી કેમેરા ફંફોળવાનુ પોલીસે શરૂ કર્યું હતુ. પરંતુ ચિત્ર સ્પષ્ટ થતુ ન હતુ. તેવામાં એક કેમેરામાં લૂંટારૂ મોપેડ પર જતો નજરે પડ્યો હતો. જેના આધારે પોલીસે શહેરના મોટાભાગના સીસીટીવી ચેક કરવાનુ શરૂ કર્યું હતુ. દરમિયાન મોબાઇલ સર્વેલન્સ થકી પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે કલાકોની મહેનત બાદ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની કડી હાથ લાગતા દિપક મિશ્રાની ઓળખ છતી થઇ હતી.
દિપક લૂંટ કર્યા બાદ રાત્રે અંદાજીત 9-30 વાગ્યા સુધી તેના ઘરની (વાઘોડીયા રોડ) આસપાસ રખડ્યો હતો. ત્યારબાદ તે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં રાજસ્થાનથી ઉત્તરપ્રદેશ જતી ટ્રેનમાં દિપક ચઢી ગયો હતો. ઉત્તરપ્રદેશના અલાહાબાદ નજીક પ્રતાપગંજ ખાતેના દેલ્હુપુર ગામમાં પોતાની સાસરીમાં આશરો લેવા માટે પહોંચ્યો હતો. જોકે આજ ગામમાં તેનુ પોતાનુ પણ ઘર આવેલુ છે. પરંતુ પોલીસની બીકે દિપક પોતાનુ ઘર હોવા છતાં સાસરીમાં આશરો લીધો હતો.
દિપક મિશ્રાને પકડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેમ સ્થાનિક પહેરવેશ ધારણ કર્યો ?
જે રીતે રાજવી ટાવરમાં લૂંટની ઘટના બની હતી. તેનાથી પોલીસને દિપકનો અંદાજો આવી ગયો હતો. ઉત્તરપ્રદેશ અને તેના જ ગામમાં પહોંચેલી પોલીસને જોઇ સર્તક થઇ ભાગી છુટે તેવી પરિસ્થિતિ હતી. જેથી પોલીસે અલાહાબાદ પહોંચતા જ સ્થાનિક પહેરવેશ ધારણ કરી દેલ્હુપુર ગામમાં એન્ટ્રી લીધી હતી. આ સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાડીની નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી. અંદાજીત 12 કલાક સુધી હિન્દી ભાષામાં વાતો કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિપક મિશ્રાની રેકી કરી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિપકની સાસરીમાં ઘૂસતા જ તે ભાગ્યો હતો. અંદાજીત 300 મીટર સુધી ખેતરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફિલ્મી ઢબે તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો.
લૂંટ કરવા માટે દિપક મિશ્રાએ 22 દિવસ સુધી માં કૃપા જ્વેલર્સની રેકી કરી હતી
શહેરમાં ચકચાર મચાવનાર લૂંટની આ ઘટનાનો ભેદ માત્ર 72 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ત્યારે ઉત્તરપ્રદેશથી ઝડપાયેલા લૂંટારૂની ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, દિપક મિશ્રા સયાજીપુરા ખાતે શાકભાજીનો વેપાર કરે છે. રાજેશ સોનીને લૂંટવા માટે દિપકએ 22 દિવસ સુધી સતત રેકી કરી હતી. જેમાં રાજેશ સોનીની તમામ હીલચાલ પર તેની ચાંપતી નજર હતી. ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ તક મળતાની સાથે જ દિપક પત્ની માટે ચેઇન ખરીદવાના બહાને દુકાનમાં ઘૂસી ગયો હતો. દિપક લૂંટના ઇરાદે જ દુકાનમાં ઘૂસ્યો હતો. જેથી તેણે અગાઉથી રૂ. 60નુ ચપ્પુ ખરીદી લીધુ હતુ. દુકાનમાં અડધો કલાક સુધી દાગીના જોયા બાદ તક મળતા જ દિપકે રાજેશભાઇ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હતી.