• મે મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ નર્મદા ડેમમાં પાણીનો જથ્થો 2124 મિલીયન ક્યુબીક મીટર
  • ગુજરાતને ભાગે આવતું પાણી ઉપરવાસમાંથી ધીરે ધીરે છોડાઇ રહ્યું છે.
  • સરદાર સરોવર ડેમમાં પાણીનો સ્ટોરેજ ભરપૂર, જો ચોમાસું લંબાય તો પણ ગુજરાતને કોઈ પણ તકલીફ નહી પડે તેવી સ્થિતી

WatchGujarat. સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો ચોમાસા પહેલા 2124 મિલીયન ક્યુબીક મીટર જમા છે.ત્યારે ચોમાસુ લંબાઈ તો પણ ગુજરાતમાં પાણીની કોઈ સમસ્યા નહિ રહે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટર પાર કરી ગઈ છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની આવકના પગલે હાલમાં સરકારે કરેલા આયોજન મુજબ ગુજરાતના ખેડૂતો માટે 10,000 ક્યૂસેક જેટલું પાણી મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવે છે. મે મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ હજુ પણ નર્મદા ડેમમાં પાણીનો જથ્થો 2124  મિલીયન ક્યુબીક મીટર છે. જેના પરથી અંદાજો લગાડી શકાય કે, ગત વર્ષનું ચોમાસું સારું રહ્યું હતું. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ હતી. હાલમાં પણ પાણીનો જથ્થો વિપુલ પ્રમાણમાં છે. અને ગુજરાતને ભાગે આવતું પાણી ઉપરવાસમાંથી ધીરે ધીરે છોડાઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ચોમાસું ખૂબ સારું રહ્યું હતું. જેના કારણે નર્મદા ઘાટીમાં ભરપૂર પાણી આવ્યું હતું. પાણીનો સ્ટોરેજ પણ ભરપૂર છે. ત્યારે જો ચોમાસું લંબાય તો પણ ગુજરાતને કોઈ પણ તકલીફ નહી પડે તેવું માનવામાં આવી રહ્યું છે. હાલમાં નર્મદા ડેમમાંથી જરૂરિયાત પ્રમાણે પાણીનો જથ્થો છે. અને ધીરે ધીરે વધુ જથ્થો છોડાઈ રહ્યો છે અને તળાવો નદીઓ વગેરે ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે ચોમાસુ લંબાય તો પણ ગુજરાતને કોઇ પણ તકલીફ ન પડે તેવું સ્પષ્ટ દેખાતાં હાલમાં નર્મદા ડેમનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud