• કોવિડ-19 હોસ્પિટલ કે જિલ્લામાં આજ દિન સુધી મ્યુકરમાઇકોસિસ રોગનો એક પણ દર્દી નહિ : CDMO અને સિવીલ સર્જન
  • રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં નવા વધુ 50 સ્ટ્રેચરની સુવિધા સાથે હવે કુલ 75 ઉપલબ્ધ

Watchgujarat. આદિવાસી નર્મદા જિલ્લામાં કરમાઇકોસિસ રોગના નિદાન-સારવાર માટે અગમચેતી અને આગોતરા આયોજનના ભાગરૂપે રાજપીપલા કોવિડ-19 હોસ્પીટલ ખાતે 20 બેડની અલાયદી સુવિધા સાથેના આઇસોલેશન વોર્ડ સુસજજ કરાયો છે. સાથે જ હોસ્પિટલને નવા 50 સ્ટ્રેચર ફાળવતા જવે કુલ 75 ઉપલબ્ધ થયા છે.

નર્મદા જિલ્લામાં CDMO અને સિવીલ સર્જન તેમજ કોવિડ-19 ના નોડલ અધિકારી ડૉ. જયોતિબેન ગુપ્તાએ મ્યુકરમાઇકોસિસ રોગ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આ રોગ એક ફંગસ ઇન્ફેકશન છે, જે કોરોનાના દરદીઓ સારવાર માટે દાખલ થતા હોય અને જેને લાંબા સમય સુધી કોર્ટિકો સ્ટીરોઇડ ઇન્જેકશન આપવામાં આવતા હોય અને જે દરદીઓની રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેવા દરદીઓમાં આ મ્યુકરમાઇકોસિસ રોગ જોવા મળે છે.

નર્મદા જિલ્લામાં રાજપીપલાની સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ હોસ્પીટલ ખાતે આજદિન સુધી મ્યુકરમાઇકોસિસ રોગના એક પણ દરદી દાખલ થયેલ નથી. જિલ્લામાં અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં પણ આવો કોઇ કેસ નોંધાયાના કોઇ અહેવાલ નથી.

હાલમાં મ્યુકરમાઇકોસિસના એક પણ દરદી ન હોવા છતાં, જો આવી કોઇ પરિસ્થિતિ નર્મદા જિલ્લામાં હવે પછી ઉદભવે તો આવા દરદીઓને સત્વરે જરૂરી નિદાન અને સારવાર મળી રહે તે માટે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે અગમચેતીના અને આગોતરા આયોજનના ભાગરૂપે અત્રે 20 બેડની અલાયદી સુવિધા સાથેના આઇસોલેશન વોર્ડ સુસજજ કરાયાં છે. જરૂર પડયે મ્યુકરમાઇકોસિસ રોગના દરદીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરીને આ અંગેની માર્ગદર્શિકા મુજબ જરૂરી નિદાન-સારવાર કરાશે.

કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેર સામે જિલ્લા પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને જિલ્લા કલેકટરના અભિગમ થકી કોવિડ હોસ્પિટલ ખાતે 25 ટ્રોલીવાળા અને 25 ટ્રોલી વિનાના એમ 50 જેટલાં નવા સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

હોસ્પિટલમાં આ અગાઉ 25 જેટલા સ્ટ્રેચરની સુવિધા હતી. પરંતુ હોસ્પિટલમાં કોઇ અનિચ્છિનીય ઘટના ઘટે કે અન્ય કોઇ કારણોસર દરદીઓનું એક સાથે તાત્કાલિક સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ ખસેડવાની જરૂરીયાત ઉભી થાય ત્યારે એક સાથે વધુ જથ્થામાં સ્ટ્રેચરની જરૂરીયાતને લક્ષમાં લઇને વધુ નવા 50 જેટલાં સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud