• ભરૂચના ઝનોરથી વાગરાના લુવારા સુધી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે
  • નદીમાં ગેરકાયદે મોટા વેપારીઓ ખૂંટા મારી દેતાં હોવાથી જાળ તથા હોડીઓને નુકસાન
  • હોડી ઊંઘી વળી જવા સાથે હોનારતનું પણ રહેલું જોખમ
  • જિલ્લામાં 25000 માછીમારો ચોમાચામાં માછીમારી ઉપર નિર્ભર
  • ચોમાસાની ઋતુમાં વિદેશી હૂંડિયામણ રળી આપતી હિલ્સા માછલી પ્રજનન માટે દરિયાના ખારા જળમાંથી નદીના મીઠા જળમાં આવતી હોય માસ કેપ્ચરિંગ કરી લેવા ખૂંટાનો ગોરખધંધો
  • ટોર ટોર, હિલ્સા, રોઝનબર્ગ માછલી અને ઝીંગાની પ્રજાતિઓ અલગ જૈવિક લાક્ષણિકતાઓને કારણે સંરક્ષિત

WatchGujarat. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે આગામી ચોમાસાની મૌસમને ધ્યાને લઇ નર્મદા નદીમાં ઝનોરથી લુવારા સુધી 57 કિલોમીટરમાં 61 દિવસ સુધી ખૂંટા મારી કરાતી માછીમારી ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. નદીમાં ગેરકાયદેસર ખૂંટા લગાવવાથી માછીમારોની જાળ અને નવડીઓને નુકશાન સાથે હોનારતને ધ્યાને લઇ આ જાહેરનામું જાહેર કરાયું છે.

જિલ્લાના 25000 માછીમારો ચોમાસામાં માછીમારીની મૌસમ ઉપર નભે છે. વિદેશી હૂંડિયામણ રળી આપતી હિલ્સા માછલી આ સમયગાળામાં સમુદ્રમાંથી નદીના મીઠા જળમાં પ્રજનન માટે આવે છે. જેથી ખૂંટા પધ્ધતિથી થતી માછીમારીથી હિલ્સા નર – માદા મચ્છીને નર્મદા નદીમાં પ્રવેશતાની સાથે માસ કેપ્યાર કરી લેવામાં આવે છે.

ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર 1 જૂન થી 31 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરક્ષેત્રમાં માછીમારી ઉપકરણો બેસાડેલ એજીન , સ્ટેઈક નેટસ , બેરિયર્સ વિગેરે અથવા એવી કોઈ રચના ઉભી કરી શકાશે નહી. ટોર ટોર, હિલ્સા, રોઝનબર્ગ માછલી અને ઝીંગાની પ્રજાતિઓને અલગ જૈવિક લાક્ષણિકતાઓને કારણે સંરક્ષિત રાખવામાં આવી છે .

આદેશની અવગણના કરી નર્મદા નદીના કિનારે આવેલ ગામો કુકરવાડા , વેરવાડા , વડવા , ભાડભૂત , કાસવા , સમની , મનાડ , મહેગામ , દહેજ , લુવારા , અંભેટા , જાગેશ્વર , સુવા , વેંગણી , કોલિયાદ , કલાદરા વિગેરે ગામોના કિનારા વિસ્તારમાં કેટલાંક સ્થળે નદીના અંદરના ભાગમાં મચ્છીમારી માટેની સીઝનની પૂર્વ તૈયારી ભાગરૂપે ખુંટા – ગલાના સ્વરૂપે નાંખવામાં આવે છે.

નદીમાં ખૂંટાના કારણે માછીમારોની જાળને નુકશાન, હોળીને નુકશાન સાથે ઉંધી વળી જતા હોનારત થવાની સંભવના રહેલી છે. સાથે જ ભૂતકાળમાં ખૂંટાને કારણે અનેક વિવાદો, વિરોધની ઘટનાઓ પણ બની છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે .

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જિલ્લામાં આ પ્રતિબંધમાંથી બિન યાંત્રિક એક લકડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે. હુકમનો અનાદર કરનાર ઈન્ડિયન પીનલ કોડ હેઠળ શિક્ષાપાત્ર ઠરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud