વિરોદ ગામ ખાતે આવેલ નિયોટેક ટેક્નિકલ કેમ્પસમાં JTUની પરીક્ષા આપવા ગયેલાં વિદ્યાર્થીને થયેલો કડવો અનુભવ.
એક્ઝામ રૂમની બહાર બેગમાં મુકેલી બેગમાંથી ફોન અને પર્સમાંથી નાણાંની ચોરી કરવામાં આવી.
વિદ્યાર્થી મિહીર ગાંધીએ રજૂઆત કરતાં સત્તાવાળાઓએ હાથ અદ્ધર કરી દીધાં.
પરીક્ષા આપવા એક્ઝામ રૂમમાં બેઠેલો વિદ્યાર્થી બહાર મુકેલી બેગની સુરક્ષા કેવી રીતે કરી શકે? – સત્તાવાળા પાસે ઉત્તર માંગતો સવાલ.
Watch Gujarat. હરણી પાસે વિરોદ ગામ ખાતે આવેલી નિયોટેક ટેક્નિકલ કેમ્પસમાં જીટીયુની પરીક્ષા આપવા ગયેલાં વિદ્યાર્થીની બેગમાંથી મોબાઈલ ફોન અને પર્સમાં રહેલાં રૂપિયા તેમજ બેન્કના કાર્ડની ચોરી થઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, બનાવ અંગે વિદ્યાર્થીએ ફરિયાદ કરતાં સત્તાવાળાઓએ CCTV ખંખોળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કબૂતરો બેસવાને કારણે CCTV નમી ગયેલાં હોઈ, ચોરીની ઘટનાના કોઈ દ્રશ્યો પ્રાપ્ત થયાં નહોતાં. એકંદરે, કબૂતરોનાં કરતૂતોના જાણકાર ચોરે કળા કરી, એમ કહી શકાય.
શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતો મિહીર અલ્કેશભાઈ ગાંધી નિયોટેક ટેક્નિકલ કેમ્પસમાં બી.ઈ. મિકેનિકલનો અભ્યાસ કરે છે. જીટીયુની પરીક્ષા હોઈ આજે તે કેમ્પસ ખાતે ગયો હતો. પરીક્ષા પૂર્વે સત્તાવાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની બેગ, મોબાઈલ, પર્સ વગેરે એક્ઝામ રૂમની બહાર મુકાવવામાં આવ્યું હતું. પરીક્ષા સંપન્ન થયા બાદ મિહીરે એક્ઝામ રૂમની બહાર આવીને જોયું તો તેની બેગ જ્યાં મુકી હતી ત્યાંથી દૂર પડી હતી. કંઈક અજુગતું થયું હોવાની આશંકાએ એણે બેગ ખોલીને જોયું તો એમાં મોબાઈલ ફોન નહોતો. તેમજ પર્સમાંથી નાણાં અને બેન્કનું કાર્ડ પણ ગાયબ હતું.
(સાંભળો શું કહે છે મિહીર ગાંધી - સમાચારના વિડીયો તાત્કાલિક જોવા માટે વોચ ગુજરાતની યુટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરો)
https://youtu.be/seNVB690AY4
મોબાઈલ અને નાણાંની ચોરીને પગલે ગભરાઈ ગયેલાં મિહીરે સત્તાવાળાઓને આ અંગે જાણ કરી હતી. જેને પગલે સૌ પ્રથમ તો CCTV ફૂટેજ તપાસની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે, કબૂતરો બેસી જવાને કારણે CCTV કેમેરા નમી ગયેલા હોવાથી ચોરીની ઘટના સ્થળનો કોઈ વિઝ્યુઅલ પ્રાપ્ત થયાં નહીં. ત્યારબાદ સત્તાવાળાઓએ ચોરી થવા પાછળ વિદ્યાર્થીને જ જવાબદાર ઠેરવવાનું શરૂ કરી દીધું હતું. એક તબક્કે તો કોલેજ આમાં કંઈ જ ના કરી શકે એમ કહી સત્તાવાળાઓએ હાથ અદ્ધર કરી દીધાં હતાં. તો સામે પક્ષે કોલેજમાં ફોન લઈને આવવું જ ના જોઈએ. એવી સુફિયાણી સલાહો પણ આપી દેવામાં આવી હતી.
એક્ઝામ રૂમમાં વિદ્યાર્થી બેગ, મોબાઈલ જેવી વસ્તુ ના લઈ જઈ શકે તે બરોબર છે. પરંતુ, એક્ઝામ રૂમની બહાર પડેલી વિદ્યાર્થીની ચીજવસ્તુઓની સાચવણી રાખવાની સત્તાવાળાઓ સહિતના સ્ટાફની ફરજ તો જરૂર બને છે. આ તબક્કે સત્તાવાળા પાસે ઉત્તર માંગતો સવાલ એટલો જ છે કે, પરીક્ષા આપવા એક્ઝામ રૂમમાં બેઠેલો વિદ્યાર્થી બહાર મુકેલી બેગની સુરક્ષા કેવી રીતે કરી શકે? અને કોલેજનાં વિદ્યાર્થી પાસે મોબાઈલ કે નાણાં ના હોવા જોઈએ?