• બાળકની સમજણ શક્તિ વિકસે તે પહેલા તો તે જેલના દરવાજા જોશે.
  • શિરીષ દરજી આપઘાત કેસમાં પત્ની અને સાસુને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા
  • સસરા કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

WatchGujarat. બાજવા-કરચીયા રોડ વિસ્તારમાં રહેતા શિરીષ દરજી નામના યુવકે પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી ફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધુ હતુ. આ કેસમાં પત્ની અને સાસુ-સસરા સામે ગુનો નોંધાયા બાદ ગતરોજ આ ત્રણ આરોપીઓ પૈકી પત્ની અને સાસુને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પત્ની અને સાસુને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા જ્યારે સસરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

આ કેસમાં મહત્વની બાબત એ છે કે 11 મહિનાનું બાળક હોવાથી શિરીષની પત્નીના પોલીસ દ્વારા રિમાન્ડ માગવામા આવ્યા નહતા એટલે તેને તથા શિરીષની સાસુને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. હવે માતા સાથે 11 મહિનાના બાળકને પણ કોઇ અપરાધ વગર જેલમાં રહેવાનો વારો આવ્યો છે. બાળકની સમજણ શક્તિ વિકસે તે પહેલા તો તે જેલના દરવાજા જોશે.

ઉલ્લેખનીય છે કે બાજવા-કરચીયા રોડની આમ્રપાલી સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા શિરીષ દરજીએ વ્યારા નજીકના વડકૂઇ ગામે રહેતી મોનિકા સાથે આઠ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ એક પુત્ર થયા પછી બંને  પતિ-પત્ની વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. જેથી મોનિકા પુત્રને લઇ ડભોઇરોડ ખાતે રહેતા તેના ભાઇને ત્યાં ચાલી ગઇ હતી.

8 માર્ચે, શિરીષ અને તેની માતા જ્યોતિકાબેન વ્યારા ખાતે મોનિકાની માતા ગીતા જયસ્વાલ અને પિતા કૈલાસનાથ જયસ્વાલને મળવા ગયા હતા.પરંતુ તેઓ માન્યા ન હતા. જેથી માતા-પુત્ર મોનિકાને મળવા ગયા હતા. જ્યાં મોનિકાએ બારણું ખોલતાં જ પતિ શિરીષને લાફા મારી ધક્કો માર્યો હતો. તેણે માતા-પુત્રને ગાળો ભાંડી હતી અને મારા પુત્રનું મોં નહીં જોવા દઉં..છોકરાને મારા ભાઇને આપી દઇશ અને હું બીજા લગ્ન કરી લઇશ. ઉપરોક્ત બનાવ બાદ પતિ શિરીષે આપઘાત કરી લીધો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud